GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં સંબંધમાં દાવે ઉછીના લેનાર વ્યક્તિનો ચેક પરત ફરતા કોર્ટ ચેક રિટર્ન કેસમાં એક વર્ષની કેદ અને 30 લાખ ચૂકવવા હુકમ કર્યો 

MORBI:મોરબીમાં સંબંધમાં દાવે ઉછીના લેનાર વ્યક્તિનો ચેક પરત ફરતા કોર્ટ ચેક રિટર્ન કેસમાં એક વર્ષની કેદ અને 30 લાખ ચૂકવવા હુકમ કર્યો

 

 

આ કેસની હકીકતો એવી છે એ ફરીયાદી મોરબીના જયંતીલાલ ગાંડુભાઈ ઠોરીયા પાસેથી રૂપીયા ૨૫,૦૦,૦૦૦/- અંકે રકમ રૂા. પચ્ચીસ લાખ પુરા અલ્પેશભાઈ નાથાલાલ ભાલોડીયાએ મીત્ર સંબંધના દાવે હાથ ઉછીના લીધેલ હતા. જે અંગેનું પ્રોમીસરી નોટ નોટરી લખાણ કરાવેલ તે રકમ ચુકવણી કરવા પેટે અલ્પેશભાઈ નાથાલાલ ભાલોડીયાએ રૂપીયા ૧૨,૦૦,૦૦૦/- ની રકમના કુલ બે(૨) ચેકો જયંતીલાલ ગાંડુભાઈ ઠોરીયાને આપેલ હતા.

જે ચેકો બેંકમાં જમા કરાવતા તે ચેકો રીર્ટન થયા હતા. જેથી ફરીયાદીએ અલ્પેશભાઈ નાથાલાલ ભાલોડીયા સામે મોરબી કોર્ટમાં વર્ષ ૨૦૨૪ થી નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ મુજબની ફરીયાદ દાખલ કરેલ અને ફરીયાદ તરફે વકીલશ્રી પ્રદિપ કે. કાટીયા દ્રારા કાયદાકીય ધારદાર દલીલો કરીને પુરાવાઓ રજુ કરવામાં આવ્યા હતા તેને ઘ્યાને લઈને મોરબીના જયુડી.મેજી.ફ.ક.સાહેબની કોર્ટએ અલ્પેશભાઈ નાથાલાલ ભાલોડીયાને એક(૧) વર્ષની સાદી કેદની સજા અને ચેકોની બાકી નીકળતી રકમ રૂા. ૨૫,૦૦,૦૦૦/-ની રકમ તથા ચેકોની રકમના વીસ (૨૦) ટકા એટલે ૫,૦૦,૦૦૦/- આમ કુલ રકમ રૂા. ૩૦,૦૦,૦૦૦/- (ત્રીસ લાખ ) નો દંડ ફટકાયો છે. અને તે દંડની રકમ ફરીયાદીને ચુકવવાનો હુકમ ફરમાવેલ છે. જો આરોપી વળતરની રકમ ભરવામાં કસુર કરે તો વધુ (૯૦) નેવું દિવસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ ફરમાવવામાં આવે છે.આ કામમાં ફરીયાદી તરફે જાણીતા યુવા એડવોકેટ પ્રદિપ કે. કાટીયા રોકાયેલ હતા

Back to top button
error: Content is protected !!