GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના પીપળી ગામના ખેડૂતોનો આક્રોશ: વીજલાઇન મુદ્દે માંગણીઓ ન સંતોષાય તો ૨૦૨૭ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને પ્રવેશબંધીની ચીમકી

 

MORBI:મોરબીના પીપળી ગામના ખેડૂતોનો આક્રોશ: વીજલાઇન મુદ્દે માંગણીઓ ન સંતોષાય તો ૨૦૨૭ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને પ્રવેશબંધીની ચીમકી

 

મોરબી તાલુકાના પીપળી ગામના ખેડૂતોમાં વીજલાઇન અને થાંભલા નાખવાની કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોની માંગણી મુજબ આ અંગે યોગ્ય પરિપત્ર જાહેર કરવામાં નહીં આવે, તો આગામી ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના કોઈપણ ઉમેદવારે પીપળી ગામમાં પ્રચાર કે મત માંગવા આવવું નહીં તેવી કડક ચીમકી ખેડૂતો દ્વારા ઉચ્ચારવામાં આવી છે.

ખેડૂતોનો આરોપ છે કે તેમની જમીનમાંથી પસાર થતી વીજલાઇન અને વળતર અંગે તેમની વ્યાજબી માંગણીઓ ધ્યાને લેવામાં આવી નથી. જો સરકાર કે વહીવટી તંત્ર દ્વારા આ બાબતે ખેડૂતોના હિતમાં પરિપત્ર બહાર પાડી યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે, તો ૨૦૨૭ની ચૂંટણીમાં શાસક પક્ષના ઉમેદવારોનો બહિષ્કાર કરવામાં આવશે. ખેડૂતોના આ નિર્ણયથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

Back to top button
error: Content is protected !!