GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા, બગથળા ખાતે ‘ગુરુપૂર્ણિમા મહોત્સવ’ ની ભાવસભર ઉજવણી

 

MORBI:સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા, બગથળા ખાતે ‘ગુરુપૂર્ણિમા મહોત્સવ’ ની ભાવસભર ઉજવણી

સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા, બગથળા ખાતે આજના પાવન દિવસે “ગુરુપૂર્ણિમા” પર્વની ખૂબ જ ઉત્સાહભેર અને ભાવસભર વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી. ભારતીય સંસ્કૃતિમાં ગુરુનું સ્થાન અનન્ય અને વંદનીય છે, તે ભાવનાને ચરિતાર્થ કરતો આ કાર્યક્રમ શાળાના પ્રાંગણમાં યોજાયો હતો.

કાર્યક્રમ દરમિયાન શાળાના વિદ્યાર્થીઓ દ્વારા એક સુંદર ગુરુ પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ શાળાના આદરણીય આચાર્ય શ્રીમતી હેતલબેન ગેડીયા તેમજ આદરણીય શિક્ષકગણ શ્રી સોજીત્રા સાહેબ, શ્રીમતી ધર્મિષ્ઠાબેન, શ્રીમતી શીતલબેન અને શ્રી દીપ સાહેબનું પુસ્તક (જ્ઞાનનું પ્રતીક) અને પુષ્પગુચ્છ આપીને સન્માન કરી ભાવપૂર્વક ગુરુ વંદના કરી હતી.

વિદ્યાર્થીઓએ ગુરુઓ પ્રત્યે પોતાની કૃતજ્ઞતા અને આદરભાવ વ્યક્ત કર્યો હતો. આ તકે શાળાના આચાર્યશ્રી અને શિક્ષકોએ પણ વિદ્યાર્થીઓને ગુરુપૂર્ણિમાના મહત્વ વિશે સમજ આપી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વચન પાઠવ્યા હતા.

માત્ર શિક્ષણ જ નહીં, પરંતુ વિદ્યાર્થીઓમાં સંસ્કારોનું સિંચન કરતી સરકારી ઉચ્ચત્તર માધ્યમિક શાળા, બગથળા ખાતે યોજાયેલ આ ગુરુપૂર્ણિમાની ઉજવણીથી સમગ્ર શાળા પરિવારમાં એક પવિત્ર અને પ્રેરણાદાયી વાતાવરણ સર્જાયું હતું.કાર્યક્રમના અંતે સૌએ ગુરુજનોનો આભાર વ્યક્ત કરી ધન્યતા અનુભવી હતી.

Back to top button
error: Content is protected !!