GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં ટ્રાફિક પોલીસ અને ટીઆરબીના જવાનને કચડી નાખવાનો પ્રયાસ કરનારા આઇસર ટ્રકના ચાલકની પોલીસે કરી ધરપકડ!

MORBI:મોરબીમાં ટ્રાફિક પોલીસ અને ટીઆરબીના જવાનને કચડી નાખવાનો પ્રયાસ કરનારા આઇસર ટ્રકના ચાલકની પોલીસે કરી ધરપકડ!

રીપોર્ટ:- શ્રીકાંત પટેલ-મોરબી

મોરબી શહેર નાં મહેન્દ્રનગર ચોકડી પાસેથી રોંગ સાઈડમાં આઇસર લઈને નીકળેલા શખ્સને તેનું વાહન ઉભું રાખવા માટે ટ્રાફિક પોલીસે કહ્યું ત્યારે આઇસરનો ચાલક તેનું વાહન લઈને નાશી ગયો હતો ત્યાર બાદ તેની પાછળ બાઇક ઉપર ગયેલા ટ્રાફિક પોલીસ અને ટીઆરબી નાં જવાનને કચડી નાખવાનો આઇસરના ચાલકે પ્રયાસ કર્યો હતો જે અંગે મોરબી શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશને હત્યાની કોશીશ અને ફરજમાં રુકાવટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયેલ હતો જે ગુનામાં પોલીસે આઇસરનો ચાલકની ધરપકડ કરી છે . પ્રાપ્ત થયેલી વિગત મુજબ મોરબી ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા કિશોરભાઈ મનજીભાઈ સોલગામાંએ આઇસર ટ્રક નંબર જીજે -1 સીઝેડ 9324 ના ચાલક સામે મોરબી શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી કે મોરબી શહેર ની મહેન્દ્રનગર ચોકડી પાસે તેઓ પોતાની ફરજ ઉપર હતા અને ટ્રાફિકની કામગીરી કરી રહ્યા હતાં ત્યારે આરોપી પોતાના હવાલા વાળું આઇસર રોંગ સાઈડમાં ચલાવીને નીકળ્યો હતો જેથી તેને આઇસર ટ્રક ઉભો રાખવા માટે થઈને ઇસારો કર્યો હતો જોકે આઇસર ટ્રકના ચાલકને તે સારું ન લાગતા તેણે ફરિયાદીની નજીક સુધી પોતાનું વાહન લઈ આવીને ત્યાંથી કાવું મારીને આઇસર લઈને તે ભાગી ગયો હતો જેથી ફરિયાદી તથા ટીઆરબી જવાન બાઈક ઉપર આઇસર ટ્રકની પાછળ ગયા હતા.ત્યારે આઇસર ટ્રકના ચાલકે યુટર્ન લેતા ફરિયાદી તથા ટીઆરબીને મારી નાખવાના ઇરાદે તેઓના બાઈકને હડફેટે લીધું હતું જેમાં ફરિયાદીને તથા તેની સાથે રહેલા ટીઆરબીને ફ્રેક્ચર જેવી ઇજાઓ થઈ હતી‌. ત્યારે અકસ્માત સર્જીને આઇસર ટ્રકનો ચાલક પોતાના હવાલા વાળું આઇસર વાહન સ્થળ ઉપર છોડીને નાસી ગયો હતો. બનાવ બન્યો બાદ ઈજા પામેલ બન્ને પોલીસ કર્મચારીઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા .ઇજા પામેલ પોલીસ જવાને નોંધાવેલી ફરિયાદ, આધારે નાં આધારે પોલીસે આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા ત્યારે આ ગુના માટે મોરબી શહેર બી ડિવિઝનના પી.આઈ. એન.એ.વસાવા અને તેની ટીમે આરોપી સલીમ યાકુબ વારૈયા જાતે ઘાંચી વ્હોરા ધંધો ડ્રાઇવિંગ રહે. સરખેજ વિસ્તાર હબીબપારખ સોસાયટી શાકમાર્કેટ પાસે અમદાવાદ વારા ની ધરપકડ કરીને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!