MORBI:મોરબી ઉંચી માંડલ પાસે ફિલ્મી ઢબે પીછો કરી પોલીસે વિદેશી દારૂ ભરેલી અર્ટિગા કાર ઝડપી પાડી





MORBI:મોરબી ઉંચી માંડલ પાસે ફિલ્મી ઢબે પીછો કરી પોલીસે વિદેશી દારૂ ભરેલી અર્ટિગા કાર ઝડપી પાડી

૭.૬૫ લાખનો મુદ્દામાલ જપ્ત: પોલીસને જોઈ આરોપી કાર મૂકી ફરાર મોરબી તાલુકા પોલીસની ટીમે બાતમીના આધારે ઉંચી માંડલ ગામ પાસે વોચ ગોઠવી વિદેશી દારૂના મોટા જથ્થા સાથે એક અર્ટિગા કારને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. જોકે, પોલીસને જોઈ આરોપી કાર ચાલક અંધારાનો લાભ લઈને નાસી છૂટ્યો હતો.

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ જ્યારે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો, ત્યારે તેમને ખાનગી રાહે સચોટ બાતમી મળી હતી કે, હળવદ તરફથી એક સફેદ કલરની નંબર પ્લેટ વગરની અર્ટિગા કાર વિદેશી દારૂનો જથ્થો ભરીને મોરબી તરફ આવી રહી છે.આ બાતમીના આધારે પોલીસે ઉંચી માંડલ ગામ પાસે વોચ ગોઠવી હતી. બાતમી મુજબની કાર આવતા પોલીસે તેને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કાર ચાલકે પોતાની કાર ભગાવી મૂકી હતી. પોલીસે નીચી માંડલથી ઉંચી માંડલ સુધી ફિલ્મી ઢબે પીછો કરતા, અંતે કાર ચાલક રસ્તામાં કાર મૂકીને નાસી છૂટ્યો હતો.જપ્ત કરાયેલ મુદ્દામાલ પોલીસે અર્ટિગા કારની તલાશી લેતા અંદરથી માતબર જથ્થો મળી આવ્યો હતો:વિદેશી દારૂની બોટલો: ૨૮૮ નંગ (કિંમત રૂ. ૨,૧૫,૪૦૯/-) બિયરના ટીન: ૧૪૪ નંગ (કિંમત રૂ. ૧૯,૮૬૪/-) અર્ટિગા કાર: ૧ નંગ (કિંમત રૂ. ૫,૦૦,૦૦૦/-) મોબાઇલ ફોન: ૦૨ નંગ (કિંમત રૂ. ૩૦,૦૦૦/-) કુલ મુદ્દામાલ: રૂ. ૭,૬૫,૨૭૩/-પોલીસ કાર્યવાહી મોરબી તાલુકા પોલીસે આ તમામ મુદ્દામાલ કબ્જે કરી, ફરાર થઈ ગયેલા કાર ચાલક વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તેને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.




