WAKANER:વાંકાનેર પંથકમાં ખનીજ માફિયાઓ પર પોલીસનો સપાટો: ૧.૨૦ કરોડની કિંમતના ૪ ડમ્પર જપ્ત





WAKANER:વાંકાનેર પંથકમાં ખનીજ માફિયાઓ પર પોલીસનો સપાટો: ૧.૨૦ કરોડની કિંમતના ૪ ડમ્પર જપ્ત


મોરબી જિલ્લા પોલીસ વડા અને ડીવાયએસપી દ્વારા ગેરકાયદેસર ખનીજ ખનન અને વહન કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની સૂચનાના પગલે વાંકાનેર તાલુકા પોલીસ એક્શન મોડમાં આવી છે. પોલીસની ટીમે પેટ્રોલિંગ દરમિયાન ગેરકાયદેસર અને ઓવરલોડ ખનીજ ભરેલા ચાર ડમ્પર ઝડપી પાડી કુલ રૂ. ૧.૨૦ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
વાંકાનેર તાલુકા પોલીસની ટીમ જ્યારે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, ત્યારે શંકાસ્પદ રીતે પસાર થતા ડમ્પરોને અટકાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન પાસ-પરમિટ વગર કે ઓવરલોડ ખનીજ ભરીને જતા ચાર ડમ્પરો મળી આવ્યા હતા. પોલીસે તમામ વાહનો કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

જપ્ત કરાયેલ મુદ્દામાલ ૧. GJ 08 AU 7124 -૨. GJ 03 BY 8288 – ૩. GJ 03 BY 7953 – ૪. GJ 11 VV 9695 રૂપિયા ૧.૨૦ કરોડનો મુદ્દામાલ જપ્ત પકડાયેલા ચારેય ડમ્પરોની અંદાજિત કિંમત રૂપિયા ૧ કરોડ ૨૦ લાખ જેટલી થાય છે. વાંકાનેર તાલુકા પોલીસની આ સતત કામગીરીથી ખનીજ ચોરો અને ગેરકાયદેસર વહન કરતા માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. હાલમાં પોલીસે તમામ ડમ્પરો ડિટેઈન કરી ખનીજ વિભાગને પણ આ અંગેની જાણ કરવાની તજવીજ હાથ ધરી છે.




