HALVAD:હળવદમાં મકાનમાં ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો: ૪ પકડાયા, ૧ ફરાર

HALVAD:હળવદમાં મકાનમાં ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો: ૪ પકડાયા, ૧ ફરાર; ₹૨.૬૨ લાખનો મુદ્દામાલ જપ્ત
હળવદ ટાઉન વિસ્તારમાં આવેલ ગોકુળનગર ખાતે એક રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર હળવદ પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને ગણનાપાત્ર જુગારનો કેસ શોધી કાઢ્યો છે. પોલીસે સ્થળ પરથી ૪ આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે મકાનમાલિક ફરાર થઈ જતાં તેને પકડવા તજવીજ હાથ ધરી છે. દરોડા દરમિયાન રોકડા રૂ. ૧,૫૧,૫૦૦/- તથા વાહનો અને મોબાઈલ સહિત કુલ ₹૨,૬૨,૫૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા, મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મુકેશ પટેલ તથા વાંકાનેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી સમીર સારડાની પ્રોહીબીશન-જુગારની અસામાજિક પ્રવૃત્તિઓ નાબૂદ કરવાની સૂચના મુજબ, હળવદ પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. શ્રી આર.ટી. વ્યાસની માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમને ખાનગી બાતમી મળી હતી.
બાતમી આધારે હળવદ ટાઉન વિસ્તારના ગોકુળનગરમાં રહેતા ભરતભાઈ ગોકળભાઈ બાર (રબારી)ના મકાને જુગાર અંગે રેઇડ કરવામાં આવતા સ્થળ પરથી ગંજીપત્તા વડે પૈસાની હાર-જીતનો જુગાર રમતા ૪ ઈસમો ઝડપાઈ ગયા હતા.પકડાયેલ આરોપીઓ:૧. પ્રવિણ ઉર્ફે પીટર લીંબાભાઈ કલોતરા (રહે. ગોકુળનગર, હળવદ) ૨. બળદેવ ઘનશ્યામભાઈ ધારીયા પરમાર (રહે. જળેશ્વર સોસાયટી, તળાવના કાંઠે, હળવદ) ૩. ધવલ દેવશીભાઈ કલોતરા (રહે. ગોકુળનગર, હળવદ) ૪. વાસુદેવ મોહનભાઈ એરવાડીયા (રહે. વસંતપાર્ક, આઈ.ટી.આઈ. સામે, હળવદ)
પકડવાનો બાકી (ફરાર) આરોપી: ભરત ગોકળભાઈ બાર (રહે. ગોકુળનગર, હળવદ)
કબ્જે કરેલ મુદ્દામાલની વિગત:રોકડ રકમ: ₹૧,૫૧,૫૦૦/-ગંજી પત્તા: ૫૨ પાના મોટર સાયકલ: ૨ નંગ (કિંમત ₹૪૦,૦૦૦/-)મોબાઈલ ફોન: ૪ નંગ (કિંમત ₹૭૧,૦૦૦/-)કુલ મુદ્દામાલ: ₹૨,૬૨,૫૦૦/-આ સફળ કામગીરી હળવદ પોલીસ સ્ટેશનના પી.આઈ. શ્રી આર.ટી. વ્યાસ, પીએસઆઈ શ્રી એસ.એસ. ભટ્ટ તથા હળવદ પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો દ્વારા કરવામાં આવી હતી.








