MORBI:મોરબી લીલાપર રોડ પર પોલીસનો દરોડો, વરલી મટકાનો જુગાર રમતો એક ઝડપાયો, બે ફરાર




MORBI:મોરબી લીલાપર રોડ પર પોલીસનો દરોડો, વરલી મટકાનો જુગાર રમતો એક ઝડપાયો, બે ફરાર

મોરબી સિટી એ ડીવિઝન પોલીસની ટીમે બાતમીના આધારે લીલાપર રોડ પર દરોડો પાડીને મોબાઈલ ફોન દ્વારા વરલી ફીચરનો જુગાર રમાડતા એક શખ્સને રંગેહાથ ઝડપી લીધો છે. પોલીસે ઘટનાસ્થળેથી રોકડ રકમ અને મોબાઈલ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય બે શખ્સોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

મળતી માહિતી મુજબ, મોરબી સિટી એ ડિવિઝન પોલીસની ટીમ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, લીલાપર રોડ પર આવેલા રામેશ્વર નળીયાના કારખાના પાસે એક ઇસમ પોતાના મોબાઈલ ફોનમાં વરલી મટકાના આંકડા લખીને જુગાર રમાડી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે તુરંત જ રામેશ્વર નળીયાના કારખાના પાસે દરોડો પાડ્યો હતો.
પોલીસે ઘટનાસ્થળેથી જુગાર રમાડતા મેહુલભાઈ જીલુભાઈ ઉર્ફે લક્ષ્મણભાઈ પાટડીયા (ઉં.વ. ૨૨, રહે. લીલાપર રોડ, મૂળ રહે. માણાબા, તા. માળિયા) ને ઝડપી લીધો હતો. પોલીસ દરોડા દરમિયાન આરોપી પાસેથી:
રોકડા રૂપિયા: ૨,૨૦૦/-મોબાઈલ ફોન (૧ નંગ): કિંમત રૂપિયા ૫,૦૦) કુલ મુદ્દામાલ: રૂપિયા ૭,૨૦૦/- જપ્ત કરવામાં આવ્યો છે.
વધુ બે શખ્સોના નામ ખુલ્યા ઝડપાયેલા આરોપી મેહુલની પોલીસે કડક પૂછપરછ કરતાં આ જુગાર નેટવર્કમાં અન્ય બે શખ્સોના નામ પણ સામે આવ્યા હતા, જેમાં:૧. અશ્વિનભાઈ મનુભાઈ વાઘાણી (રહે. લીલાપર, મોરબી) ૨. રાજુભાઈ કોળી (રહે. વાવડી રોડ, મોરબી) પોલીસે આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને ફરાર થયેલા બંને શખ્સોને પકડવા માટે શોધખોળ શરૂ કરી છે.



