MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી ઇશાન કોમ્પ્લેક્ષમાં ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો, રોકડ સાથે ૫ શખ્સો ઝડપાયા

 

MORBI:મોરબી ઇશાન કોમ્પ્લેક્ષમાં ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો, રોકડ સાથે ૫ શખ્સો ઝડપાયા

 

 

મોરબી તાલુકા પોલીસની ટીમે બાતમીના આધારે લાલપર ગામની સીમમાં આવેલા એક કોમ્પ્લેક્ષમાં રેડ કરીને જુગાર રમતા પાંચ ઇસમોને રંગેહાથ ઝડપી પાડ્યા છે. પોલીસે ઘટનાસ્થળેથી કુલ રૂપિયા ૧,૦૦,૬૩૦/- ની મગરૂર રોકડ રકમ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર એન.એસ. ઘેટીયા તથા પીએસઆઈ એ.એસ. સોંદરવા સહિતનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, લાલપર ગામની સીમમાં આવેલા ઇશાન કોમ્પ્લેક્ષના પ્રથમ માળે દુકાન નંબર એફ-૦૩ માં જયેશભાઈ અમરશીભાઈ દલસાણીયા પોતાની કબજા ભોગવટાની દુકાનમાં ગંજીપત્તાના પાના વતી પૈસાની હારજીતનો જુગાર રમાડી રહ્યો છે.

બાતમીના આધારે પોલીસે ઓચિંતી રેડ પાડતા ત્યાં જુગાર રમતા ૫ શખ્સો આબાદ ઝડપાઈ ગયા હતા. પોલીસે તમામ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

ઝડપાયેલા આરોપીઓના નામ:૧) જયેશભાઈ અમરશીભાઈ દલસાણીયા (રહે. રાજપર, તા.જી. મોરબી) ૨) કપિલભાઈ ભગવાનજીભાઈ અઘારા (રહે. મહેન્દ્રનગર, ઉગમણા ઝાપે, તા.જી. મોરબી) ૩) હિતેશભાઈ જેરામભાઈ વિઠલાપરા (રહે. મહેન્દ્રનગર, તા.જી. મોરબી) ૪) મનસુખભાઈ અંબારામભાઈ દેત્રોજા (રહે. મહેન્દ્રનગર, ઘાયડી વિસ્તાર, તા.જી. મોરબી) ૫) દેવકરણભાઈ આંબાભાઈ ભાડજા (રહે. મહેન્દ્રનગર, તા.જી. મોરબી) કબ્જે કરેલ મુદ્દામાલ: રોકડા રૂપિયા ૧,૦૦,૬૩૦/-આ સફળ કામગીરી મોરબી તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર એન.એસ. ઘેટીયા, પો.સ.ઇ. એ.એસ. સોંદરવા તથા સર્વેલન્સ સ્ટાફના માણસો દ્વારા કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!