MORBI:મોરબી નવા RTO ઓફિસ પાસેના ઝૂંપડામાં પોલીસનો દરોડો, વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો







MORBI:મોરબી નવા RTO ઓફિસ પાસેના ઝૂંપડામાં પોલીસનો દરોડો, વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો


મોરબી: જિલ્લામાં દારૂબંધીના કડક અમલ માટે કાર્યરત પોલીસ ટીમને મોટી સફળતા મળી છે. મોરબી પેરોલ ફ્લો સ્ક્વોડ અને એલ.સી.બી. (LCB) ટીમે સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરીને નવા આર.ટી.ઓ. ઓફિસ પાસે આવેલ એક ઝૂંપડામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.

મળતી વિગતો અનુસાર, મોરબી એલ.સી.બી. પોલીસની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, જાંબુડીયા ગામની સીમમાં આવેલી નવી આર.ટી.ઓ. ઓફિસ પાસે રહેતા રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈ જાદવજીભાઈ સરાણીયા પોતાના રહેણાંક ઝૂંપડામાં વિદેશી દારૂનો સંગ્રહ કરી વેચાણ કરી રહ્યા છે.
બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડતા રહેણાંક સ્થળેથી:કુલ બોટલ નંગ: ૨૩ કુલ કિંમત: ₹ ૧૩,૨૦૫ પોલીસે આ તમામ મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસ દરોડા દરમિયાન આરોપી રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈ સરાણીયા સ્થળ પર હાજર મળી આવ્યો ન હતો. આ મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ પોલીસ દ્વારા ફરાર આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.


