MORBI:મોરબીમાં ક્રિકેટ સટ્ટા પર પોલીસની લાલ આંખ: અયોધ્યાપુરી રોડ પરથી બે શખ્સો ઝડપાયા, બે ફરાર





MORBI:મોરબીમાં ક્રિકેટ સટ્ટા પર પોલીસની લાલ આંખ: અયોધ્યાપુરી રોડ પરથી બે શખ્સો ઝડપાયા, બે ફરાર

મોરબી: શહેરના અયોધ્યાપુરી રોડ પર હાલ ચાલી રહેલી ટી-૨૦ ક્રિકેટ મેચ પર રનફેરનો જુગાર રમતા બે શખ્સોને સીટી એ-ડિવિઝન પોલીસે બાતમીના આધારે દરોડો પાડી ઝડપી લીધા છે. પોલીસે ઘટનાસ્થળેથી રોકડ, મોબાઈલ અને મોટરસાયકલ સહિત કુલ રૂ. ૯૩,૭૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જ્યારે અન્ય બે શખ્સોના નામ ખુલતા તેમને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

મોરબી સીટી એ-ડિવિઝન પોલીસની ટીમ જ્યારે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી, ત્યારે તેમને સચોટ બાતમી મળી હતી કે અયોધ્યાપુરી રોડ પર આવેલી સત્યમ બેટરીની દુકાન પાસે કેટલાક ઈસમો મોબાઈલ ફોન દ્વારા ક્રિકેટ મેચ પર હાર-જીતનો જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે તુરંત દરોડો પાડતા સ્થળ પર દિલ્હી કેપિટલ્સ અને કોલકત્તા નાઈટ રાઇડર્સ વચ્ચેની ટી-૨૦ મેચ પર સટ્ટો રમતા બે શખ્સો રંગેહાથ ઝડપાઈ ગયા હતા.
ઝડપાયેલા આરોપીઓ: ૧. રાજેશભાઈ અશ્વિનભાઈ ઉભડીયા (ઉ.વ. ૨૮, રહે. વાઘપરા, મોરબી)૨. અજયભાઈ ગોપાલભાઈ ભડલકીયા (ઉ.વ. ૨૫, રહે. લિલાપર રોડ, મફતીયાપરા, મોરબી)
મુદ્દામાલ પોલીસે સ્થળ પરથી નીચે મુજબની વસ્તુઓ કબજે કરી છે:રોકડ રકમ: રૂ. ૩,૭૦૦/-મોબાઈલ ફોન: ૩ નંગ (કિંમત રૂ. ૪૦,૦૦૦/-)મોટરસાયકલ: જીજે-૩૬-બી.એ.-૦૪૩૦ (કિંમત રૂ. ૫૦,૦૦૦/-)કુલ મુદ્દામાલ: રૂ. ૯૩,૭૦૦/-પકડાયેલા શખ્સોની પૂછપરછ દરમિયાન આ જુગારના નેટવર્કમાં અન્ય બે શખ્સો વિશુભા ઝાલા (રહે. મોરબી) અને ઇસ્માઇલભાઇ કુરેશી (રહે. કબીર ટેકરી, મોરબી) ના નામ પણ સામે આવ્યા છે. પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીઓને પકડવા માટે તપાસ તેજ કરી છે.



