SOMNATH:સોમનાથ ખાતે શ્રી રામ મંદિર ઓડીટોરીયમ માં ‘પ્રભાસોત્સવ-૨૫’ નો કાર્યક્ર્મ યોજાયો
SOMNATH:સોમનાથ ખાતે શ્રી રામ મંદિર ઓડીટોરીયમ માં ‘પ્રભાસોત્સવ-૨૫’ નો કાર્યક્ર્મ યોજાયો
મોરબી જીલ્લાના ૩૫ કલાકારો સહીત ૨૯ જીલ્લા સમિતિ ૪૦૦ ક્લાકારોએ કલાના કામણ પાથર્યા…
સંસ્કારભારતી ગુજરાત પ્રાંતનુ આયોજન…
નવવર્ષને વધાવવા છેલ્લા ૧૭ વર્ષથી સોમનાથ ખાતે શ્રી રામ મંદિર ઓડીટોરીયમ માં ‘પ્રભાસોત્સવ-૨૫’ નો કાર્યક્ર્મ યોજાયો હતો. જેમાં ગુજરાતની ૨૯ જીલ્લા સમિતિના કુલે ૪૦૦ જેટલા કલાકારોએ પોતાની કલાના કામણ પાથર્યા હતા. આ વખતે પંચશીલ અભિયાન અંતર્ગત “ પર્યાવરણ” થીમ પર સાંસ્કૃતિક કૃતિઓ રજુ થઇ હતી.આ પ્રસંગે ઉપસ્થિત અખિલ ભારતીય અધ્યક્ષ ડો. મૈસુર મંજુનાથે ગુજરાત સંસ્કારભારતી દ્વારા ચાલતા આ વિશિષ્ટ સાંસ્કતિક યાત્રાની સરાહના કરી હતી અને આ પ્ર્સંગે આનંદ વ્યકત કરી પ્રાંતને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યુ હતુ કે સોમનાથ ભગવાનના સાનિધ્યમાં આવવુ અને કલા પ્રદર્શિત કરવી તે ગૌરવવંતી ક્ષણ કહેવાય. તેમણે સંસ્કારભારતી ના નેજા હેઠળ પ્રથમ વખત પોતાની ભારતીય વાયોલિન વાદનની કલાની પ્રસ્તુતિને જીવનની યાદગાર ક્ષણ ગણાવી હતી. આ પ્રસગે દિપ પ્રાગટય વિધી કરનાર ઉદઘાટા એવા ગીર સોમનાથના કલેકટરશ્રી ડી.ડી. જાડેજાએ પોતાની ફરજ ઉપરાંત આવા સારા કાર્ય થાય છે અને તેમાં તેમની ઉપસ્થિતી માટે અને એક વિશિષ્ટ કલા પ્રસ્તુતિ માટે આનંદ વ્યકત કર્યો હતો. સોમનાથ મંદિરના ટ્રસ્ટી અને વિશેષ ઉપસ્થિત જે.ડી.પરમારે પ્રભાસ અને પ્રથમ જ્યોર્તિરલીંગ નુ મહત્વ સમજાવી આ ક્ષેત્રમાં દુર દુરથી આવનાર ક્લાકારો ને આવકાર્ય હતા. વેરાવળ પાટણના નગર સેવા સદનના પ્રમુખ શ્રીમતિ પલ્લ્વીબેન જાની, જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા પણ ઉપસ્થિત રહ્યા હતા. તમામ મહાનુભાવોનુ સ્વાગત સન્માન સંસ્કારભારતી ગુજરાત પ્રાંતે કર્યુ હતુ, અ,ભા. અધ્યક્ષ ડો, મંજુનાથજીનુ વિશિષ્ટ સન્માન તેમનુ પેન્સિલ સ્કેચમાં તૈયાર થયેલા ચિત્ર દ્વારા ઉપાધ્યક્ષ રમણીકભાઇ ઝાપડિયા અને જીતેન્દ્રભાઇ મોદી ના હસ્તે કરવામાં આવ્યુ હતું. શરૂઆતમાં ગુજરાત પ્રાંતના અધ્યક્ષ જાણીતા લોકગાયક અભેસિંહજી રાઠોડે સ્વાગત આવકાર પોતાની વિશિષ્ટ ગાયકી દ્વારા મહેમાનોને આવકાર્યા હતા.
સૂર્યાસ્તથી સુર્યોદય સુધી સમગ્ર રાત્રી દરમ્યાન ચાલેલા આ સાંસ્કતિક કાર્યક્ર્મમાં કુલે ૪૫ જેટલી કૃતિ પ્રસ્તુત થઇ હતી. જેમાં કથ્થક, ભારતનાટ્યમ, ભવાઇ, સુગમ સંગીત, નૃત્ય નાટિકા, લોકનૃત્યોને કૃતિઓનો સમાવેશ થયો હતો. જે કૃતિઓ એ સમગ્ર રાત્રી દરમ્યાન ઉપસ્થિત મેદની ઝકડી રાખ્યા હતા. નવવર્ષે સૂર્યના પ્રથમ કિરણ ને બધા કલાકારોએ સૂર્યને અર્ઘ્ય આપે ને સ્વાગત કર્યુ હતું.
આ કાર્યક્રમમાં મોરબી જીલ્લા સમિતિના 35 જેટલાં કલાકારોએ ત્રણ કૃતિની અદભુત કૃતિની પ્રસ્તુતિ કરીને કલાના કામણ પાથર્યા હતા જેમાં મોરબીના ખાખરાળાં નું પ્રખ્યાત અને ઇન્ટરનૅશનલ એવૉર્ડ વિજેતા શ્રી સ્વામીવિવેકાનંદ ભવાઈ મંડળ નાયક પ્રાણલાલ પૈજા અને સાથી કલાકાર મિત્રો દ્વારા ભવાઈ ની અદભુત પ્રસ્તુતિ રજુ કરેલ, મોરબીની સાર્થક વિદ્યામંદિર નું રુદ્રિકા ગરબા ગ્રુપ રવિરાજ પૈજા અને શિલ્પાબેન ગઢવી દ્વારા તૈયાર કરાયેલ પંચતત્વ ગરબાની પ્રસ્તુતિ તેમજ સંગીત શિક્ષક પાવન રામાનુજ દ્વારા તૈયાર કરાયેલ પલક બરાસરા ગ્રુપ દ્વારા લોકગીતની પ્રસ્તુતિ કરાઈ હતી આસાથે મોરબી જીલ્લા સંસ્કાર ભારતીના અધ્યક્ષ અશ્વિનભાઇ બરાસરા, મહામંત્રી પ્રાણલાલ પૈજા કોસાધ્યક્ષ મયુરીબેન કોટેચા માતૃશક્તિના સંયોજક માધુરીબેન વારેવાડીયા, કલાધરોહારના એડવોકેટ મિતેશભાઈ દવે, સાહિત્યવિભાગ સંયોજક ડો. બ્રિજેશભાઈ બરાસરા, સંગીતશાખાના મનીષાબેન ગોસાઈ, દ્રષ્યકલા સંયોજક ભાટીન એન. સહિતના સમિતિના સદસ્યો જોડાયેલ.
આ પહેલાં માહેશ્વરી ભવન થી ત્રિવેણી સંગમ સુધી રંગયાત્રા નિકળી હતી , જેમાં પરંપરાગત વસ્ત્રો પરિધાન કરી કલાકારો મુખ્યમાર્ગો પર થી નાચતા ગાતાં નિકળ્યા હતા, જે યાત્રાએ શહેરમાં આકર્ષણ જમાવ્યુ હતું. ત્રિવેણી ઘાટ પર કલેકટર ડી.ડી, જાડેજાની હાજરીમાં સંધ્યા આરતી કરવામાં આવી હતી. શાસ્ત્રોકત વિધી થી પૂજન કરી ગત વર્ષના સુર્યના કિરણોને વિદાય કર્યા હતા. યાત્રાનુ આયોજન ગીર સોમનાથના સમિતિના અધ્યક્ષ સુરુભા જાડેજાના માર્ગદર્શન હેઠળ થયું હતું. સમગ્ર કાર્યક્ર્મનુ સંચાલન કપિલ ગોસ્વામી અને અર્ચના ચૌહાણે કર્યુ હતુ જયારે પ્રભાસોત્સવ -૨૫નુ સંકલન પ્રાંત સહમહામંત્રી પંકજ ઝાલા એ કર્યુ હતુ, આ પ્રસંગે આભારવિધી પ્રાંત મહામંત્રી જયદિપસિંહ રાજપૂતે કરી હતી. ખજાનચી જગદીશ જોશી, મંત્રીઓ ભૂપત ચૌહાણ, મનીશ પારેખ, પ્રસાદ દસપૂત્રે, રિકેશભાઇ ગુર્જર, નવલભાઇ આંબલિયા મહેન્દ્રભાઈ અણદાણી, કમલ જોશી,વિ. જહેમત ઉઠાવી હતી.