
રિપોર્ટ : પુજા ઠક્કર, મુંદરા – કચ્છ.
📰 ટેટ-૧-૨૦૨૫: ફોર્મ ભરવા અને ફી જમા કરાવવા માટે છેલ્લી તક 📰
રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય દ્વારા શિક્ષક યોગ્યતા કસોટી-1 (ટેટ-૧)-૨૦૨૫ માટેના ફોર્મ ભરવા અને ફી ભરવાની તારીખમાં ઉમેદવારોના હિતને ધ્યાનમાં રાખીને છેલ્લી વખત વધારો કરવામાં આવ્યો છે. અગાઉ તા. ૧૪/૧૦/૨૦૨૫ના જાહેરનામા અનુસાર ફોર્મ ભરવાની અંતિમ તારીખ તા. ૧૮/૧૧/૨૦૨૫ હતી. હવે, જે ઉમેદવારો કોઇ કારણસર ઓનલાઈન ફોર્મ ભરવાના કે કન્ફર્મ કરવાના બાકી રહી ગયા છે, તેઓ તા. ૨૧/૧૧/૨૦૨૫ ના રાતના ૧૨ કલાક સુધી http://ojas.gujarat.gov.in વેબસાઇટ પર ઓનલાઇન ફોર્મ ભરી/કન્ફર્મ કરી શકશે. આ સુધારા અન્વયે ફી ભરવાની છેલ્લી તારીખ પણ લંબાવીને તા. ૨૨/૧૧/૨૦૨૫ કરવામાં આવી છે. બોર્ડ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવે છે કે આ તારીખો વિતી ગયા બાદ ફોર્મ/ફી ભરવા માટે તારીખ લંબાવવા અંગેની કોઈ રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહીં, જેથી સંબંધિત ઉમેદવારોએ આ છેલ્લી તકનો લાભ લેવા અને સમયસર પ્રક્રિયા પૂર્ણ કરવા ખાસ નોંધ લેવી.

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com




