MORBI:મોરબી મહાનગરપાલિકા હેઠળ આવતા વિસ્તારમાં મુળભૂત સુવિધાઓ ઉપલબ્ધ કરવા લેખિતમાં રજૂઆત
MORBI:મોરબી મહાનગરપાલિકા હેઠળ આવતા વિસ્તારમાં મુળભૂત સુવિધાઓ ઉપલબ્ધ કરવા લેખિતમાં રજૂઆત
મોરબી મહાનગરપાલિકા દ્વારા વિસ્તૃત કરવામાં આવેલા વિસ્તારોમાં હજુ સુધી પૂરતી મુળભૂત સુવિધાઓ ઉપલબ્ધ ન હોવાથી વિસ્તારના રહીશોમાં અસંતોષ છે. આ સંદર્ભે મોરબીના વોર્ડ નં-૪ અને તેની આસપાસના વિસ્તારો જેમ કે ભડીયાદ, જવાહર, ખારી, ત્રાજપર, માળીયા, વનાળીયા, ઉમીયાનગર, બૌદ્ધનગર, જીવરાજ પાર્ક, નદીકાંઠા સહિતના વિસ્તારો માટે પૂર્વ કાઉન્સિલર સુરેશભાઈ શિરોહીયાએ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને લેખિતમાં રજુઆત કરી છે. જે રજુઆતમાં જણાવ્યું છે કે મહાનગરપાલિકા હેઠળ આવનાર રહેવાસીઓનું સર્વે કરી હાઉસ ટેક્સ, વોટર ટેક્સ, પાણી, ભુર્ગભગટર તેમજ કમલા પાર્કમાં વરસાદી પાણીનો નિકાલ, સી.સી. રોડનું કામ અનુપમરાજ સોસાયટી, કમલાપાર્ક, ગીતા પાર્ક, ૮-ઓરડી, હાઉસીંગ બોર્ડથી ચકકર રોડ, બીલેશ્વર મહાદેવથી હાઇવે સુધી, પોટરી શાળાથી અંબિકા ગરબી મંડળ સુધી, વરીયાનગર બાલા હનુમાન વાળી શેરી જે વિસ્તારમાં રોડ જેવા લાભો મળે તેવી ત્યાંના રહીશો પ્રજાજનોને સુવિધા ઝડપી સર્વ કરવામાં આવે અને તે લોકો મહાનગરપાલીકામાં સમાવેશ થાય સાથે વિકાસ થાય તેવી માંગણી સાથે રજુઆત કરવામાં આવી છે.