MORBI:ભુજ-રાજકોટ ઇન્ટરસિટી ટ્રેન અથવા ડેમુ ટ્રેન ચાલુ કરવા લેખિતમાં રજૂઆત
MORBI:ભુજ-રાજકોટ ઇન્ટરસિટી ટ્રેન અથવા ડેમુ ટ્રેન ચાલુ કરવા લેખિતમાં રજૂઆત
મોરબી : મોરબીના રમેશભાઈ રબારીએ રાજકોટ રેલવે રેન્જ વિભાગના ડી.આર. એમ.ને લેખિત રજૂઆત કરીને ભુજ-રાજકોટ ઇન્ટરસિટી ટ્રેન અથવા ડેમુ ટ્રેન ચાલુ કરવા જણાવ્યું છે.
રજૂઆતમાં જણાવ્યું છે કે, તાજેત૨માં ભુજ-રાજકોટ સ્પેશિયલ ટ્રેન ચાલુ ક૨વામાં આવી છે આ ટ્રેનનું ભાડું વધુ છે. તેમજ આ ટ્રેનનું ટાઈમ ટેબલ વેપારી વર્ગ, નોકરિયાત વર્ગને અનુકૂળ આવે તેમ નથી. જેના કારણે ટ્રેનને ટ્રાફિક મળવો મુશ્કેલ છે.
અગાઉ પણ આ ટ્રેન ચાલુ હતી ત્યારે તેને ટ્રાફિક મળતો ન હતો. મોરબીથી રાજકોટ ઉપડવાનો સમય સવારે 8 થી 9 વાગ્યાનો રાખવામાં આવે તો નોકરિયાત તથા વેપારી વર્ગ તેમજ અન્ય વર્ગને અનુકૂળ આવે તેમ છે. તેમજ રાજકોટ થી આ ટ્રેન ઉપડવાનો સમય સાંજે 6 થી 7 વાગ્યાનો રાખવામાં આવે તો આ ટ્રેનને ટ્રાફિક મળી શકે તેમ છે. હાલ આ ટ્રેન સ્પેશિયલ ટ્રેન હોવાના કારણે ભાડું પણ વધારે છે. જે સામાન્ય માણસને પોસાય તેમ નથી. તેની જગ્યાએ ઈન્ટરસિટી અથવા ડેમુ ટ્રેન ચાલુ કરવામાં આવે તો સામાન્ય લોકોને ભાડું પોસાય. એસટી દ્વારા ચાલતી ઈન્ટરસિટી બસ સેવા સામાન્ય ભાડું વસુલે છે અને ટાઈમ પણ ઓછો લે છે. આ ઉપરાંત અમદાવાદ રેલવે સ્ટેશને ટ્રાફિકના કારણે અમદાવાદ આવતી લાંબા અંતરની ટ્રેનને અન્ય સ્ટેશન ઉપર 8-8 કલાક રોકી દેવામાં આવે છે. ત્યારે આ ટ્રેનોને મોરબી સુધી લંબાવવામાં આવે તેવી પણ રજૂઆત ક૨વામાં આવી છે.