GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં ટ્રાન્સમીટરની ફરતે લોખંડ ગ્રીલ લગાવવા તેમજ ખુલ્લી ફ્યુઝ પેટીના ઢાંકણા લગાવવા બાબતે પીજીવીસીએલ તંત્રને રજૂઆત

 

મોરબીમાં ટ્રાન્સમીટરની ફરતે લોખંડ ગ્રીલ લગાવવા તેમજ ખુલ્લી ફ્યુઝ પેટીના ઢાંકણા લગાવવા બાબતે પીજીવીસીએલ તંત્રને રજૂઆત

 

મોરબી શહેરમાં આવતા હેવી ટ્રાન્સમીટરની ફરતે લોખંડ ગ્રીલ લગાવવા તેમજ ખુલ્લી ફ્યુઝ પેટીના ઢાંકણા લગાવવા બાબતે મોરબી શહેર કોંગ્રેસ સમિતિના સંગઠન મંત્રી સુરપાલસિંહ જાડેજાએપીજીવીસીએલના ડેપ્યુટી ઈજનેરને રજૂઆત કરી છે

જે રજૂઆતમાં જણાવ્યું છે કે શહેરમાં પીજીવીસીએલ કંપની દ્વારા હેવી ટ્રાન્સમીટરો લગાવવામાં આવેલ છે અમુક જગ્યાએ ફ્યુઝ પેટીઓ ખુલ્લી જોવા મળે છે જેથી શેરીમાં રમતા બાળકો, રખડતા ઢોર અને અન્ય જીવો માટે જોખમી સાબિત થઇ સકે છે જેથી હેવી ટ્રાન્સમીટર ફરતે લોખંડ ગ્રીલ લગાવવી અને ખુલ્લી ફ્યુઝની પેટીમાં ઢાંકણા લગાવી આપવા યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે

Back to top button
error: Content is protected !!