MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી રેલ્વે સ્ટેશનની પાછળ આવેલ સોસાયટી માટે ફુટ વે બ્રીજ આપવા રહિશોની પશ્ચિમ રેલવે જનરલ મેનેજરને રજૂઆત

MORBI:મોરબી રેલ્વે સ્ટેશનની પાછળ આવેલ સોસાયટી માટે ફુટ વે બ્રીજ આપવા રહિશોની પશ્ચિમ રેલવે જનરલ મેનેજરને રજૂઆત

 

 

Oplus_131072

મોરબી રેલ્વે સ્ટેશન ની પાછળ ની બાજુએ ઉત્તર તરફ ઘણી બધી સોસાયટીઓ આવેલ છે જેમાંથી ભૂતકાળમાં રેલ્વે પાટા ઓળંગી પગપાળા ચાલી શહેરમાં જવાતું હતું પરંતુ રેલ્વેનીબંને બાજુની દીવાલો થતા અહીંના રહીશો માટે પગપાળા રસ્તો બંધ થઈ ગયેલ છે જેથી લોકોએ શહેર માં જવા માટે ફરજિયાત પણે વી.સી ફાટક અથવા તો નવલખી ફાટકે જવું પડે છે. જેથી કરીને આંબેડકર કોલોની, રોહીદાસ પરા, ગુજરાત સોસાયટી, વિજયનગર, લાયન્સ નગર, ભીમરાવનગર, શાંતિવન સોસાયટી, રણછોડ નગર ૧ અને ૨, શ્રદ્ધા પાર્ક, યમુના નગર, ના પગપાળા ચાલીને જતા સ્ત્રીઓ, વૃદ્ધો, શાળા કોલેજના વિદ્યાર્થીઓને સરળતાથી શહેરમાં જઈ શકે તે માટે FOOT Way Bridge (પગપાળા રસ્તો) આપવા વિનંતી છે. આવા FOOT Way Bridge (પગપાળા રસ્તો) રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, વડોદરા, અંકલેશ્વર, ભરૂચ, સુરત, રેલવે સ્ટેશનને મોજુદ જોવા મળે છે.

જેથી મોરબી રેલ્વે સ્ટેશનની પાછળ આવેલ સોસાયટીઓ ને FOOT Way Bridge (પગપાળા રસ્તો) આપવા રહીશો જેથી કરીને ને આ વિસ્તારમાં વસવાટ કરતાં લોકો સહેલાય થી મોરબી શહેર માં અવરજવર કરી શકે.

Back to top button
error: Content is protected !!