GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: “મહિલા રોકડ પુરસ્કાર યોજના”નો લાભ લેવા ખેલાડીઓએ અરજી કરવા બાબત

તા.૧૭/૩/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: ગાંધીનગર સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫માં અન્ડર ૧૯ સુધીની રાજ્ય કક્ષાની શાળાકીય સ્પર્ધાઓ અને સ્કુલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજીત રાષ્ટ્ર કક્ષાની સ્પર્ધામાં એસ.એ.જી. દ્વારા રાજ્યનું પ્રતિનિધિત્વ કરેલ (ભાગ લીધેલ) મહિલા ખેલાડીઓને કોઈ પણ એક જ રમતમાં તેમજ એક જ સિદ્ધિ માટે ખેલાડીએ “મહિલા રોકડ પુરસ્કાર યોજના” માટે સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતની સાઈટ https.//sportsauthority.gujarat.gov.in પર જઈને (મેરીટ સર્ટીફર્ફીકેટ, આધાર કાર્ડ, કેન્સલ ચેક વગેરે) જરૂરી પ્રમાણપત્રો સાથે તા.૧૮/૦૩/૨૦૨૫થી તા. ૧૭/૦૪/૨૦૨૫ દરમિયાન અરજી કરવાની રહેશે. તેમ સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

Check Also
Close
Back to top button
error: Content is protected !!