MORBIMORBI CITY / TALUKO

MORBIમોરબી “પ્રા.આ.કે. લાલપર ખાતે પલ્સ પોલિયો રાષ્ટ્રીય રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો.”

 

MORBIમોરબી “પ્રા.આ.કે. લાલપર ખાતે પલ્સ પોલિયો રાષ્ટ્રીય રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો.”

 

તા. ૨૮/૦૬/૨૦૨૬ ના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) લાલપર ખાતે પલ્સ પોલિયો રાષ્ટ્રીય રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો. કાર્યક્રમનો શુભ પ્રારંભ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ૦ થી ૫ વર્ષના બાળકોને પોલિયોની બે ટીપાં પીવડાવી કરવામાં આવ્યો.

આ પ્રસંગે ઇન્ચાર્જ CDHO શ્રી સંજય શાહ ના માર્ગદર્શન હેઠળ પ્રા.આ.કે. ના મેડિકલ ઓફિસર ડો. રાધિકાબેન વડાવિયા, ઉપ સરપંચ રાજુભાઈ જેતપરિયા,કમલેશભાઈ વિલપરા અને અન્ય ગ્રામજનો ઉપસ્થિત રહેલ. લાલપર પ્રા.આ.કે. ને વિરલભાઈ આદ્રોજા દ્રારા વોટર કૂલર ની ભેટ આપેલ. કેતનભાઇ વિલપરા દ્રારા આંગણવાડી ને વોટર ડિસ્પેસર ની ભેટ આપેલ. પી.એચ.સી. લાલપર ના તમામ સ્ટાફ વતી લાલપર ગામ ના આગેવાન દાતાશ્રીઓનું સ્ટાફ દ્રારા સન્માન કરવામાં આવેલ અને દીપકભાઈ વ્યાસ દ્રારા આભાર વિધી કરવામાં આવેલ.

 

અભિયાન અંતર્ગત પી.એચ.સી. વિસ્તારમાં આવેલા તમામ રસીકરણ બૂથો પર તેમજ આગામી દિવસોમાં આરોગ્ય કર્મચારીઓ, આશા બહેનો અને આંગણવાડી કાર્યકરો દ્વારા ઘર-ઘર મુલાકાત લઈ રહી ગયેલા બાળકોને પોલિયોની બે ટીપાં પીવડાવવામાં આવશે.

Back to top button
error: Content is protected !!