MORBI:મોરબીના નવલખી રોડ પર રેલવે ફાટક TO WAY પહોળી કરી ટ્રાફિક સમસ્યા હલ કરવા રહિશોની પશ્ચિમ રેલવે જનરલ મેનેજરને રજૂઆત
MORBI:મોરબીના નવલખી રોડ પર રેલવે ફાટક TO WAY પહોળી કરી ટ્રાફિક સમસ્યા હલ કરવા રહિશોની પશ્ચિમ રેલવે જનરલ મેનેજરને રજૂઆત
મોરબીના નવલખી સેન્ટ મેરી સ્કૂલ ની બાજુ માં આવેલ ફાટક વારંવાર ટ્રેનની અવરજવર ના કારણે ફાટક બંધ થાય છે. ફાટક ખુલ્યા પછી ખૂબ જ મોટા પ્રમાણમાં ટ્રાફિક સમસ્યા સર્જાય છે ફાટક To way પહોળી નો હોવાથી વાહનો સામ સામે આવી જાય છે તેમજ ફાટક ઉપર કોઈ ટ્રાફિક દૂર કરાવવા માટે રેલ્વે દ્વારા કે અન્ય ટ્રાફિક સાખા દ્વારા કર્મચારીઓ મૂકવા માં આવ્યા નથી જેથી કરીને અડધો કલાક સુધી ટ્રાફિકજામ થાય છે, ફાટકની બાજુમાં લાઇન્સ ઇંગ્લિશ સ્કૂલ અને સેન્ટ મેરી સ્કૂલ આવેલ છે તેમજ નવલખી અને માળિયા મિયાણા જતો હાઈવે રોડ હોવાને કારણે વધારે ટ્રાફિક રહે છે.
વારંવાર ફાટક બંધ થતા તકલીફોનો લોકોએ સામનો કરવો પડે છે (૧) વિદ્યાર્થીઓ અટવાઈ પડે છે.(૨) દર્દીઓ ને લઈને જતી એમ્બ્યુલન્સ ઘણી વાર અટવાય પડે છે.(૩) વૃદ્ધો, અપંગો પણ અટવાય છે.(૪) વધુ પ્રમાણ માં સોસાયટીઓ હોવાથી નોકરીયાતો અને નાના ધંધાદારીઓ અટવાય પડે છે અને હેરાન પરેશાન થાય છે.વર્ષો થી આ જગીયા ઉપર ખુબજ ઓછી જગીયા માં રેલ્વે ફાટક આવેલી છે એટલી જ જગીયા માં અત્યારે પણ એજ ફાટક આવેલી છે વર્ષો પેહલા આ વિસ્તાર માં ખુબજ ઓછા મકાનો હતા તેમજ વાહનો ની પણ અવર-જવર ખુબજ ઓછી હતી પરંતુ આજે દિવસે ને દિવસે વાહનો ની સંખ્યા માં વધારો થય રહ્યો છે,તેમજ નવી નવી સોસાયટી આવી છે જેથી નવલખી ફાટકે ટ્રાફિક સમસ્યા હલ કરવા રેલ્વે ફાટક To way પહોળી કરવા અથવા તો રેલ્વે બ્રિજ આપવા રહીશોની માંગ