MORBIMORBI CITY / TALUKO

RAJKOT​:રાજકોટ રેન્જની મોટી સફળતા ૭૫ ગુનામાં સંડોવાયેલ કુખ્યાત નાસતા-ફરતા આરોપીને દબોચ્યો”

 

RAJKOT​:રાજકોટ રેન્જની મોટી સફળતા ૭૫ ગુનામાં સંડોવાયેલ કુખ્યાત નાસતા-ફરતા આરોપીને દબોચ્યો”

રાજકોટ: નાયબ પોલીસ મહાનિરીક્ષક (DIG) શ્રી નિર્લિપ્ત રાયની સૂચના અને રાજકોટ રેન્જ આઈ.જી.ની ટીમ દ્વારા નાસતા-ફરતા ગુનેગારો વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત એક મોટી સફળતા મળી છે. સુરેન્દ્રનગરના ચોટીલા ખાતેથી ઝડપાયેલા ₹1.50 કરોડના ઇંગ્લીશ દારૂના કેસમાં લાંબા સમયથી ફરાર અને અગાઉ 75 જેટલા પ્રોહિબિશનના ગુનાઓમાં સંડોવાયેલ નામચીન આરોપી બધા રબારીને રાજકોટ રેન્જની ટીમે માળિયા ખાતેથી દબોચી લીધો છે.

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુના નંબર 1121100926028/2026 (પ્રોહિબિશન કલમ 65(એ), 65(ઇ), 116(બી) વગેરે) મુજબ દોઢ કરોડના વિદેશી દારૂના જથ્થા સાથે સંકળાયેલા આરોપીઓની શોધખોળ ચાલુ હતી. આ ગુનામાં દેવભૂમિ દ્વારકા જિલ્લાનો કુખ્યાત આરોપી બધાભાઈ ભોરાભાઇ શામળા (રબારી) પોલીસને થાપ આપી નાસતો-ફરતો હતો.

રાજકોટ રેન્જ પી.આઈ. શ્રી અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. શ્રી પી.એન. મોરી, બી.સી. મીયાત્રા અને સી.એમ. કાંટેલીયાની ટીમ ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સ દ્વારા આરોપી પર નજર રાખી રહી હતી.

બાતમીદારોની ભૂમિકા: સ્ટાફના સંદિપસિંહ ઝાલા, રસીકભાઈ પટેલ, કમલેશભાઇ રબારી, મીતેષભાઇ પટેલ અને કાસમભાઇ બ્લોચને મળેલી ચોક્કસ બાતમીને આધારે વોચ ગોઠવવામાં આવી હતી.

બધાભાઈ ભોરાભાઇ શામળા (ઉં.વ. 34), રહે. રાણપર, તા. ભાણવડ, જી. દેવભૂમિ દ્વારકા. આરોપીને માળીયા ખાતેથી પકડી પાડી આગળની તપાસ માટે સુરેન્દ્રનગરના ચોટીલા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

ઝડપાયેલ આરોપી ‘બધા રબારી’ સામાન્ય ગુનેગાર નથી. પોલીસ રેકોર્ડ મુજબ તેના પર અગાઉ અલગ-અલગ જિલ્લાઓમાં 75 થી વધુ પ્રોહિબિશન (દારૂબંધી) ના ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. આટલા મોટા પાયે ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીની ધરપકડથી બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

આ સફળ કામગીરીમાં પો.ઇન્સ. શ્રી અપૂર્વ પટેલ, પો.સ.ઇન્સ. શ્રી પી.એન.મોરી, બી.સી. મીયાત્રા તથા એ.એસ.આઇ. સંદિપસિંહ ઝાલા, રસીકભાઈ પટેલ, કાસમભાઇ બ્લોચ, સંદીપસીહ રાઠોડ અને પો.કોન્સ. મીતેશભાઇ પટેલ, કમલેશભાઇ રબારી તેમજ ધર્મેન્દ્રસિંહ જાડેજા જોડાયેલા હતા.

Back to top button
error: Content is protected !!