RAJKOT:રાજકોટ રેન્જ પોલીસનો સપાટો: પીપરડીમાં જુગાર રમતા ૮ રંગેહાથ ઝડપાયા







RAJKOT:રાજકોટ રેન્જ પોલીસનો સપાટો: પીપરડીમાં જુગાર રમતા ૮ રંગેહાથ ઝડપાયા


રાજકોટ રેન્જ પોલીસની ટીમે લોધિકા તાલુકાના પીપરડી ગામની સીમમાં જુગારધામ પર દરોડો પાડીને બે મહિલાઓ સહિત કુલ આઠ આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ, કાર અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ. ૧૦,૨૭,૯૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિર્લિપ્ત રાય (IPS) ની સૂચના અન્વયે રેન્જના પોલીસ ઇન્સપેક્ટર શ્રી અપૂર્વ પટેલ ના માર્ગદર્શન હેઠળ એક ખાસ ટીમ તૈયાર કરવામાં આવી હતી. આ ટીમમાં પોલીસ સબ ઇન્સપેક્ટર શ્રી પી.એન.મોરી, શ્રી બી.સી.મીયાત્રા, શ્રી સી.એમ.કાંટેલીયા તથા સ્ટાફના સભ્યો સામેલ હતા. હ્યુમન સોર્સ અને ટેકનિકલ એનાલિસિસના આધારે લોધિકા-પીપરડી રોડ પર આવેલી એક વાડીના મકાનમાં જુગાર ચાલતો હોવાની સચોટ બાતમી મળી હતી.
પીપરડી ગામની સીમમાં આવેલ સુરપાલસિહ ઉર્ફે કાનભા અનિરુધ્ધસિહ જાડેજા ની માલિકીની વાડી-ખેતરના મકાનમાં પોલીસ ટીમે અચાનક દરોડો પાડ્યો હતો. સ્થળ પરથી નીચે મુજબનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે.

રોકડા રૂપિયા: રૂ. ૩,૧૮,૯૦૦/- વાહન: એક અર્ટીગા કાર (કિંમત રૂ. ૭,૦૦,૦૦૦/-)મોબાઈલ: ૩ નંગ મોબાઈલ ફોન (કિંમત રૂ. ૯,૦૦૦/-) કુલ મુદ્દામાલ: રૂ. ૧૦,૨૭,૯૦૦/- પકડાયેલા આરોપીઓ ૧. સુરપાલસિંહ ઉર્ફે કાનભા અનિરૂદ્ધસિંહ જાડેજા (રહે. પીપરડી, તા. લોધિકા) ૨. ગોવિંદભાઈ અરજણભાઈ આંબલીયા (રહે. જોગવડ પાટીયા, તા. લાલપુર) ૩. માનણભાઇ રણમલભાઈ બુચડ (રહે. ધૂમથર, તા. કલ્યાણપુર) ૪. દેવશીભાઈ વાસાભાઈ મુંધવા (રહે. સખપર, તા. ટંકારા) ૫. નિલેશભાઈ નવઘણભાઈ ફાંગલિયા (રહે. આણંદપર બાધી, તા. રાજકોટ) ૬. રાજાભાઈ ઘેલાભાઈ ટારીયા (રહે. ચેલા, તા. જામનગર) ૭. મનીષાબેન રાજેશભાઈ પાલા (રહે. મયુર ગ્રીન સોસાયટી, રણજીત સાગર રોડ, તા. જામનગર) ૮. સતીબેન દેવાયતભાઈ ડાંગર (રહે. ગોકુળ નગર, જામનગર) આ સફળ કામગીરી પો.સ.ઇ. શ્રી સી.એમ.કાંટેલીયા તથા સ્ટાફના કુલદિપસિહ ચુડાસમા, કાસમભાઇ બ્લોચ, કમલેશભાઇ રબારી, મીતેશભાઇ પટેલ, અનિરુધ્ધસિહ જાડેજા, ડ્રાઇવર ધર્મેન્દ્રસિહ જાડેજા અને ગોવીંદભાઇ ધાંધળ દ્વારા કરવામાં આવી હતી. પકડાયેલા તમામ ઇસમો વિરુદ્ધ રાજકોટ ગ્રામ્ય જિલ્લાના લોધિકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.



