GANDHINAGARMORBIMORBI CITY / TALUKO

RAJKOT:રાજકોટ રેન્જ પોલીસની મોટી સફળતા: ધાંગધ્રા સોલડી ટોલનાકા પાસેથી ૨૮.૧૪ લાખનો મુદ્દામાલ જપ્ત

 

RAJKOT:રાજકોટ રેન્જ પોલીસની મોટી સફળતા: ધાંગધ્રા સોલડી ટોલનાકા પાસેથી ૨૮.૧૪ લાખનો મુદ્દામાલ જપ્ત

 

રાજકોટ રેન્જના આઇ.પી.એસ. અધિકારી નિર્લિપ્ત રાયની સૂચના અને પોલીસ ઇન્સ્પેક્ટર અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ રેન્જ પોલીસે સુરેન્દ્રનગર વિસ્તારમાં દારૂબંધીના કાયદા હેઠળ એક મોટી સફળતા મેળવી છે. ધાંગધ્રા તાલુકાના સોલડી ટોલનાકા પાસે પોલીસે કારપેટ (જાજમ)ના રોલની આડમાં ટ્રકમાં લઈ જવાતો વિદેશી દારૂ અને બીયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.

રાજકોટ રેન્જની ટીમ સુરેન્દ્રનગર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી, તે દરમિયાન હ્યુમન સોર્સ અને ટેકનિકલ એનાલિસિસની મદદથી એક ચોક્કસ બાતમી મળી હતી કે હરિયાણા પાસિંગની એક ટ્રકમાં ગેરકાયદેસર દારૂનો જથ્થો લઈ જવાઈ રહ્યો છે. બાતમીના આધારે સોલડી ટોલનાકા પાસે શંકાસ્પદ ટ્રકને રોકીને તપાસ કરાતા, ઉપરથી સામાન્ય દેખાતા કારપેટના રોલની નીચે છુપાવેલી દારૂની બોટલો મળી આવી હતી.

 

ઇંગ્લીશ દારૂ અને બીયર: કુલ ૯,૭૯૨ નંગ બોટલ/ટીન (કિંમત રૂ. ૧૩,૩૪,૭૨૪/-) કુલ કબ્જે કરેલો મુદ્દામાલ: ટ્રક, મોબાઇલ ફોન અને કારપેટના રોલ સહિત કુલ રૂ. ૨૮,૧૪,૯૯૪/-પોલીસે ટ્રકમાંથી રાજસ્થાનના રહેવાસી બે શખ્સોની ધોરણસર અટકાયત કરી છે:૧. સંદિપકુમાર વિનોદકુમાર શાહુ (ડ્રાઇવર) ૨. રણવીરસિંગ મહેન્દ્રસિંગ ઘાયલ (ક્લીનર) આ સફળ કામગીરી રેન્જ પો.સ.ઈ. સી.એમ.કાંટેલીયા, પી.એન.મોરી, બી.સી.મીયાત્રા તથા તેમની ટીમ ના ધર્મેન્દ્રસિહ, રાજદિપસિહ, ફતેસંગ, કાસમભાઇ અને ડ્રાઇવર ધર્મેન્દ્રસિહ દ્વારા કરવામાં આવી હતી.પકડાયેલા બંને આરોપીઓ ઉપરાંત, હરિયાણાથી ટ્રક સોંપનાર મહેશ, દારૂનો જથ્થો મંગાવનાર સ્થાનિક બુટલેગર તેમજ ટ્રક માલિક સહિત તપાસમાં જેમના પણ નામ ખુલે તે તમામ શખ્સો વિરૂદ્ધ ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!