RAJKOT:રાજકોટ રેન્જ પોલીસની મોટી કાર્યવાહી: જામનગરની રુપારેલ નદીમાંથી કરોડોની રેતી ચોરી પકડી પાડી




RAJKOT:રાજકોટ રેન્જ પોલીસની મોટી કાર્યવાહી: જામનગરની રુપારેલ નદીમાંથી કરોડોની રેતી ચોરી પકડી પાડી

રાજકોટ રેન્જ પોલીસની ટીમે જામનગર જિલ્લાના પંચકોષી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ખીમરાણા ગામની સીમમાં મોટી કાર્યવાહી કરી છે. રુપારેલ નદીમાંથી ગેરકાયદેસર રીતે ખનીજ રેતીની ચોરી કરતા ઇસમોને ઝડપી પાડી, જેસીબી અને ટ્રેક્ટર-ટ્રોલી સહિત કુલ રૂ. ૧,૦૨,૦૦,૦૦૦/- (એક કરોડ બે લાખ) નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિર્લિપ્ત રાય (IPS) દ્વારા રેન્જ હસ્તકના જિલ્લાઓમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા અને સરકારી તેમજ કુદરતી સંપત્તિને નુકસાન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી. જેના આધારે રાજકોટ રેન્જના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી અપૂર્વ પટેલ ના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી પી.એન.મોરી, શ્રી બી.સી.મીયાત્રા, શ્રી સી.એમ.કાંટેલીયા તથા સ્ટાફ દ્વારા હ્યુમન સોર્સ અને ચોક્કસ વર્કઆઉટના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી.
P.S.I. સી.એમ.કાંટેલીયા તથા સ્ટાફના કાસમભાઇ બ્લોચ, કમલેશભાઇ રબારી, મીતેશભાઇ પટેલ અને ડ્રાઇવર ધર્મેન્દ્રસિહ જાડેજાને મળેલી ચોક્કસ હકીકતને આધારે રુપારેલ નદીમાં દરોડો પાડવામાં આવ્યો હતો. ત્યાં ખીમરાણાના રહેવાસી દયાળજીભાઈ માંડવિયા નામના ઇસમ દ્વારા ગેરકાયદેસર રેતી ચોરી થતી હોવાનું સામે આવ્યું હતું. સ્થળ પરથી નીચે મુજબના વાહનો અને ડ્રાઇવરો મળી આવ્યા હતા.

જેસીબી (GJ-03-AT-9214) – ડ્રાઇવર: શાંતીભાઇ ભગવાનજીભાઇ માંડવીયા (રહે. ખીમરાણા)
જેસીબી (GJ-12-AN-9521) – ડ્રાઇવર: આકાશ દયાળજીભાઇ માંડવીયા (રહે. ખીમરાણા)
ટ્રેક્ટર (GJ-10-K-1981) – ડ્રાઇવર: કાન્તીયા ધના કિરાડ (રહે. ઠેબા ગામ) ટ્રેક્ટર (GJ-10-AM-1995) – ડ્રાઇવર: સેવલા કીરાડ (રહે. ઠેબા ગામ) ટ્રેક્ટર (ચેસીસ નં. CSASE9559553) – ડ્રાઇવર: અજય જુથસિહ કિકરીયા (રહે. ખીજળીયા) ટ્રેક્ટર (GJ-10-Y-2205) – ડ્રાઇવર: દયાળજીભાઇ ભગવાનજીભાઇ માંડવીયા (રહે. ખીમરાણા) ટ્રેક્ટર (GJ-10-AM-1599) – ડ્રાઇવર: ટાવેડીયા ધનાભાઇ રાઠવા (રહે. ઠેબા ગામ) ટ્રેક્ટર (GJ-09-AD-0552) – ડ્રાઇવર: ગીયાનભાઇ ધનાભાઇ કેરાળ (રહે. ઠેબા ગામ)
પોલીસ ટીમે ઘટનાસ્થળેથી ૪ જેસીબી અને ટ્રોલી સહિત ૬ ટ્રેક્ટર મળી કુલ રૂ. ૧,૦૨,૦૦,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી કરવા માટે ખનીજ વિભાગના અધિકારીશ્રી તથા પંચકોષી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફને બોલાવી તમામ મુદ્દામાલ આગળની તપાસ અર્થે સોંપી દેવામાં આવ્યો છે.



