GUJARATNANDODNARMADA

રાજપીપલા રાજતિલક હોટલમાં યોજાયેલ બ્યુટી પાર્લર સેમિનારમાં થયેલ ચોરીમાં મહિલાની સંડોવણી સામે આવી

રાજપીપલા રાજતિલક હોટલમાં યોજાયેલ બ્યુટી પાર્લર સેમિનારમાં થયેલ ચોરીમાં મહિલાની સંડોવણી સામે આવી

 

રાજપીપલા પોલીસ મથકના ડી સ્ટાફે ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલી ૩.૨૬ લાખ રૂપિયાનો મુદ્દામાલ રિકવર કરી લીધો

 

 

રાજપીપલા : જુનેદ ખત્રી

 

રાજપીપળા ખાતે આવેલ રાજતિલક હોટલમાં વાઈટ લોટસ પ્રોફેશનલ હેર સ્પાનો સેમિનાર યોજાયો હતો જેમાં ઘણા બધા લોકોએ ભાગ લીધો હતો આ સેમિનાર દરમિયાન ફરિયાદીના પાકીટમાંથી સોના ચાંદીના દાગીના સહિત રોકડ મળી કુલ 3.26 લાખ રૂપિયાની ચોરી થઈ હતી ત્યારબાદ રાજપીપળા પોલીસ મથકમાં આ બાબતેની કાયદેસરની ફરિયાદ નોંધાઈ હતી

 

ફરિયાદની તપાસ અનુસંધાને રાજપીપલા પોલીસ મથકના ડી સ્ટાફે ગણતરીના કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલી ચોરાયેલા તમામ મુદ્દામાલ કબ્જે કરી ઓરી ગામની મહિલા ની અટકાયત કરી છે તપાસ દરમિયાન પોલીસને અંગત બાતમીદાર થકી બાતમી હકીકત મળેલ કે ઓરી ગામે રહેતી મહિલા આ સેમીનારમાં હાજર હતા અને તેઓને શંકા આધારે પોલીસ સ્ટેશન ખાતે બોલાવી ચોરી બાબતે પુછપરછ કરતા મહિલાએ ચોરી કર્યાની કબુલાત કરતા રાજપીપલા પોલીસ મથકમાં નોંધાયેલ ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ડીટેકટ થયો હતો પોલીસે ચોરાયેલ તમામ મુદ્દામાલ સોનાનો મંગળસૂત્ર રૂ. ૨,૨૨,૦૦૦/- સોનાની કાનની સેર રૂ. ૪૪,૪૦૦/- સોનાની બુટ્ટી રૂ. ૫૦,૦૦૦/- રોકડ રૂપિયા ૧૦,૦૦૦/- મળી કુલ રૂ. ૩,૨૬,૪૦૦/- કબ્જે કરી મહિલા વિરૂદ્ધ કાયદેસર પગલા હાથ ધર્યા છે

Check Also
Close
Back to top button
error: Content is protected !!