તા. ૧૨.૧૦.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ જિલ્લા સખી વન સ્ટોપ સેન્ટર પાંચ વર્ષ પુર્ણ થતા અને છઠ્ઠા વર્ષમાં મંગળ પ્રવેશ કરતા ઉજવણી કરવામાં આવી
મહિલા અને બાળ વિકાસ વિભાગ સંચાલિત “સખી” વન સ્ટોપ સેન્ટર દાહોદ ને વર્ષ ૨૦૧૯ માં શરૂ કરવામાં આવ્યું છે આ સેન્ટર ૨૪ કલાક માટે કાર્યરત છે આ સેન્ટરમાં મહિલાઓને ઘરમાં, સમાજમાં અથવા ખાનગી તેમજ જાહેર ક્ષેત્રના સ્થળે હિંસાનો ભોગ બનતી મહિલાઓને તાત્કાલિક ધોરણે તબીબી સહાય, કાનૂની સહાય, પોલીસ સહાય, પરામર્શ, હંગામી ધોરણે આશ્રય, જેવી સહાય એક જ સ્થળ પર ઉપલબ્ધ કરવામાં આવે છે સખી વન સ્ટોપ સેન્ટર દાહોદ દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં ૧૭૯૫ મહિલાઓને પરામર્શ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ છે જેમાં ૧૧૩૪ જેટલા કેસ માં સરાહનીય કામગીરી કરવામાં આવેલ છે,૩૨ જેટલા કેસો નારી સંરક્ષણ ગૃહમાં, વૃદ્ધાશ્રમ માં ૭ કેસો જય અંબે માનવ સેવા ટ્રસ્ટ બાયડ ખાતે ૬૨ કેસો રીફર કરેલ. ૩૨૩ જેટલી બહેનોને કાયદાકીય સહાય અપાવેલ છે ૧૪૫ કેટલી બહેનોને તબીબી સહાય અપાવેલ છે ૮૦૪ જેટલી કિશોરીઓ તેમજ બહેનોને આશ્રય આપેલ છે માનવ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત ખાતે ૪ બહેનોને રિફર કરેલ, ૨૫૪ કેટલી બહેનોને પોલીસ સહાય અપાવેલ છે જેમાં સરકારની તમામ મહિલા કલ્યાણકારી યોજનાઓનું માર્ગદર્શન આપી તેમના સુધી લાભો પહોંચાડવામાં સખી વન સ્ટોપ સેન્ટર દાહોદ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી રહેલ છે સખી વન સ્ટોપ સેન્ટર દાહોદ ને પાંચ વર્ષ પૂર્ણ થતા મહિલા અને બાળ વિકાસ અધિકારી સાહેબ રોહન ચૌધરી સર તેમજ દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી પંકજ પટેલ સરના માર્ગદર્શન હેઠળ “સખી”વન સ્ટોપ સેન્ટર ખાતે ઉજવણી કરવામાં આવી હતી