MORBI:મોરબીવાસીઓ સાવધાન: આડેધડ પાર્કિંગ કર્યું તો હવે વાહન થશે ‘ટો’ (Tow), ટ્રાફિક પોલીસે મેદાને ઉતારી 2 નવી ક્રેન





MORBI:મોરબીવાસીઓ સાવધાન: આડેધડ પાર્કિંગ કર્યું તો હવે વાહન થશે ‘ટો’ (Tow), ટ્રાફિક પોલીસે મેદાને ઉતારી 2 નવી ક્રેન

મોરબી: શહેરમાં દિન-પ્રતિદિન વકરી રહેલી ટ્રાફિકની સમસ્યાને નાથવા માટે મોરબી જિલ્લા ટ્રાફિક પોલીસે કડક વલણ અપનાવ્યું છે. રોંગ સાઈડ અને આડેધડ પાર્કિંગને કારણે સર્જાતા ટ્રાફિક જામનો કાયમી ઉકેલ લાવવા માટે આજથી 2 નવી ટોઈંગ વાન કાર્યરત કરવામાં આવી છે.

શહેરના સાંકડા રસ્તાઓ પર લોકો મનફાવે તેમ વાહનો પાર્ક કરીને જતા રહેતા હોવાથી ભારે હાલાકી સર્જાતી હતી. આ સમસ્યાના નિરાકરણ માટે લેવાયેલા મુખ્ય નિર્ણયો નીચે મુજબ છે: 2 નવી ટોઈંગ ક્રેન: ટ્રાફિક પોલીસ દ્વારા 2 વ્હીલર માટે 1 અને 4 વ્હીલર માટે 1 એમ કુલ બે ક્રેન ફાળવવામાં આવી છે.કાયદેસરની કાર્યવાહી: કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરનાર અને અડચણરૂપ પાર્કિંગ કરનાર વાહનોને ક્રેન દ્વારા ઉપાડી લેવાશે અને MV એક્ટ મુજબ દંડ વસૂલવામાં આવશે.સઘન પેટ્રોલિંગ: શહેરના ‘એ’ ડિવિઝન અને ‘બી’ ડિવિઝન જેવા વધુ ટ્રાફિક ધરાવતા વિસ્તારોમાં આ વાન સતત કાર્યરત રહેશે.: સમગ્ર કામગીરીનું મોનિટરિંગ સીધું ટ્રાફિક બ્રાન્ચ દ્વારા કરવામાં આવશે.દબાણ હટાવવા પાલિકા સાથે સંકલન માત્ર વાહનો ઉપાડવા જ નહીં, પરંતુ રસ્તાઓ પર થતા દબાણો દૂર કરવા માટે પણ આયોજન કરવામાં આવ્યું છે: મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા અને ટ્રાફિક પોલીસ સાથે મળીને રોડ પરના દબાણો દૂર કરશે.: પાલિકા દ્વારા નક્કી કરાયેલા અધિકૃત પાર્કિંગ પ્લોટમાં જ વાહનો પાર્ક કરવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. “ટ્રાફિક નિયમન માટે લોકો સહકાર આપે તે જરૂરી છે. જો કોઈ જાહેરનામાનો ભંગ કરીને વાહન પાર્ક કરશે, તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે




