MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીવાસીઓને રખડતા શ્વાનના ત્રાસમાંથી મળશે મુક્તિ: પાલિકા દ્વારા પંચાસર રોડ પર ‘ડોગ શેલ્ટર’નું નિર્માણ શરૂ

MORBI:મોરબીવાસીઓને રખડતા શ્વાનના ત્રાસમાંથી મળશે મુક્તિ: પાલિકા દ્વારા પંચાસર રોડ પર ‘ડોગ શેલ્ટર’નું નિર્માણ શરૂ

 

મોરબી: શહેરમાં દિન-પ્રતિદિન વધી રહેલા રખડતા શ્વાનના ત્રાસ અને તેમની વસ્તી પર નિયંત્રણ લાવવા માટે મોરબી મહાનગરપાલિકા દ્વારા આક્રમક આયોજન હાથ ધરવામાં આવ્યું છે. પંચાસર રોડ પર નંદીઘર પાસે ખાસ ‘ડોગ શેલ્ટર’ બનાવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે.

વસ્તી નિયંત્રણ માટે મહત્વના પગલાં રખડતા શ્વાનોની સમસ્યાના કાયમી ઉકેલ માટે મહાનગરપાલિકા દ્વારા નીચે મુજબની કામગીરી કરવામાં આવી રહી છે:

નવું ડોગ શેલ્ટર: પંચાસર રોડ પર અદ્યતન સુવિધા સાથેનું શેલ્ટર હોમ તૈયાર થઈ રહ્યું છે.

રસીકરણ અને ખસીકરણ: શ્વાનોના વેક્સિનેશન અને સ્ટેરિલાઈઝેશન (ખસીકરણ) માટેનું ટેન્ડર લાઈવ કરી દેવામાં આવ્યું છે. ટૂંક સમયમાં જ આ કામગીરી કાર્યરત થશે, જેનાથી શ્વાનોના આક્રમક સ્વભાવ અને વસ્તીમાં ઘટાડો થશે.

પેટ ડોગ રજીસ્ટ્રેશન: પાલતુ શ્વાન રાખતા નાગરિકો માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ છે. અત્યાર સુધીમાં 44 શ્વાન માલિકોએ નોંધણી કરાવી છે.

મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે, જે લોકોએ પોતાના ઘરે પાલતુ શ્વાન રાખ્યા હોય તેઓ અચૂકપણે મહાનગરપાલિકામાં તેનું રજીસ્ટ્રેશન કરાવી લે. આ વ્યવસ્થાથી શહેરની સુરક્ષા અને સ્વચ્છતામાં વધારો થશે.

Back to top button
error: Content is protected !!