MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના આમરણના ઐતિહાસિક હાટકેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં મામાદેવના મંદિરનો જીર્ણોદ્ધાર અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

 

MORBI:મોરબીના આમરણના ઐતિહાસિક હાટકેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં મામાદેવના મંદિરનો જીર્ણોદ્ધાર અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

રિપોર્ટ: લલીતભાઈ નિમાવત (બાલંભા)

આમરણ ખાતે આવેલા પ્રાચીન અને સુપ્રસિદ્ધ હાટકેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં બિરાજમાન ૧૦૦ વર્ષ જૂના મામાદેવના મંદિરનો ભવ્ય જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. આ પવિત્ર અવસરે નવનિર્મિત મંદિરમાં મામાદેવની મૂર્તિની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા અને વિશેષ યજ્ઞનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

આ ધાર્મિક કાર્યમાં મુખ્ય દાતાશ્રીઓ તરફથી ઉદાર હાથે ફાળો આપવામાં આવ્યો હતો, જેમાં:શ્રી કિશોરભાઈ કાસુન્દ્રા ,શ્રી ભરતભાઈ ખોખર,શ્રી ગોપાલભાઈ ખોખર ઉપરોક્ત દાતાશ્રીઓના સહયોગથી મંદિરનું નૂતન નિર્માણ શક્ય બન્યું છે. આ પ્રસંગે તમામ દાતાશ્રીઓ તેમજ ભક્તજનો તરફથી વિશાળ મહાપ્રસાદનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેનો હજારો ભક્તોએ લાભ લીધો હતો.

મામા સાહેબના પૂજારી મહંત શ્રી મોહનગીરી બાપુ દ્વારા આ ભગીરથ કાર્યમાં સહભાગી બનનાર તમામ દાતાશ્રીઓનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું અને આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા. મહંતશ્રીએ જણાવ્યું હતું કે, આવા ધાર્મિક કાર્યોથી સમાજમાં શ્રદ્ધા અને એકતાની ભાવના વધુ પ્રબળ બને છે.

આ ધાર્મિક મહોત્સવને લઈને સ્થાનિક રહીશો અને મામાદેવના ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ઉમટી પડી દર્શન તેમજ યજ્ઞનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. સમગ્ર વિસ્તાર મામાદેવના જયઘોષથી ગુંજી ઉઠ્યો હતો.

Back to top button
error: Content is protected !!