GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી નવલખી રોડ પર રૂ. ૧.૬૩ કરોડના ખર્ચે ડામર રોડનું રીસર્ફેસીંગ કામ શરૂ. કરવામાં આવ્યું
MORBI:મોરબી નવલખી રોડ પર રૂ. ૧.૬૩ કરોડના ખર્ચે ડામર રોડનું રીસર્ફેસીંગ કામ શરૂ. કરવામાં આવ્યું
મોરબી મહાનગરપાલિકાની સીવીલ અને સિટી બ્યુટીફીકેશન શાખા દ્વારા નવલખી રોડ ઉપર સેન્ટ મેરી ફાટકથી પરશુરામ ધામ બ્રીજ સુધી ડામર રોડ રીસર્ફેસીંગનું કામ શરુ કરવામાં આવ્યું છે.
મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના વિકાસ અને સજાવટના ભાગરૂપે વિવિધ વિકાસ કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ અંતર્ગત મહાનગરપાલિકાની સીવીલ અને સીટી બ્યુટીફીકેશન શાખા દ્વારા શહેરના મુખ્ય માર્ગોમાંથી એક એવા નવલખી રોડ ઉપર સેન્ટ મેરી ફાટકથી પરશુરામ ધામ બ્રીજ સુધી ડામર રોડનું રીસર્ફેસીંગ કામ શરૂ કરવામાં આવ્યું છે. આ કામગીરી માટે અંદાજિત રૂ.૧.૬૩ કરોડનો ખર્ચ થવાનો છે. આ કામગીરી શહેરના વાહનવ્યવહારને વધુ સુગમ અને સુરક્ષિત બનાવવાના ઉદ્દેશ્યથી કરવામાં આવી રહી છે.