GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કલા ઉત્સવ સંકુલ કક્ષાએ યોજાયેલ સ્પર્ધામાં કાલોલ ગર્લ્સ હાઈસ્કુલ ની બાળાઓ નુ શ્રેષ્ઠ પ્રદર્શન.

 

તારીખ ૦૭/૧૨/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ

કલા ઉત્સવ અંતર્ગત સંકુલ કક્ષાએ વિવિધ સ્પર્ધાઓનું આયોજન કાલોલ તાલુકાના ડેરોલ ગામની શ્રી આર એંડ બી હાઇસ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું.જેમાં શ્રીમતી સી. બી. ગર્લ્સ હાઇસ્કૂલ ની વિદ્યાર્થીનીઓએ ભાગ લઈ ગૌરવ વધાર્યું હતું. આ સ્પર્ધાઓમાં ચિત્ર સ્પર્ધામાં માધ્યમિક વિભાગમાં રાઠોડ સંધ્યા જે. પ્રથમ ક્રમાંક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં રિધ્ધિ પી. દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરેલ છે. બાળકવિ સ્પર્ધામાં ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ખેર નિયતિ એચ. પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ છે. શ્રી કાલોલ કેળવણી પ્રચારક મંડળ તથા સમગ્ર શાળા પરિવાર વિદ્યાર્થીનીઓને તેમજ માર્ગદર્શક શિક્ષકોને શુભેચ્છા પાઠવી હતી.

Back to top button
error: Content is protected !!