GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી મિલિટરી નર્સિંગ સર્વિસ (MNS) ના નિવૃત્ત સભ્યોને હવે મળશે ‘પૂર્વ સૈનિક’ નો દરજ્જો

 

મિલિટરી નર્સિંગ સર્વિસ (MNS) ના નિવૃત્ત સભ્યોને હવે મળશે ‘પૂર્વ સૈનિક’ નો દરજ્જો; નિવૃત્ત નર્સિંગ સભ્યો પણ વિવિધ સરકારી કલ્યાણકારી યોજનાઓ અને લાભો મેળવી શકશે

ઓળખપત્ર મેળવવા માટે ગુજરાત સરકારના ડિજિટલ પોર્ટલ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી

ભારત સરકારના સંરક્ષણ મંત્રાલય હેઠળના પૂર્વ સૈનિક કલ્યાણ વિભાગ દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલા ગેઝેટ નોટિફિકેશન અનુસાર, મિલિટરી નર્સિંગ સર્વિસ (MNS) માંથી સેવા નિવૃત્ત થયેલા સભ્યોને હવેથી “પૂર્વ સૈનિક” (Ex-Servicemen) તરીકેની સત્તાવાર પાત્રતા એનાયત કરવામાં આવી છે. આ નિર્ણયના પરિણામે, નિવૃત્ત MNS સભ્યો પણ અન્ય પૂર્વ સૈનિકોની જેમ જ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ, અનામત અને પુનર્વસવાટના લાભો મેળવી શકશે.

 

મિલિટરી નર્સિંગ સર્વિસમાંથી સન્માનપૂર્વક નિવૃત્ત થયેલા તમામ પાત્રતા ધરાવતા સભ્યો પોતાનું પૂર્વ સૈનિક તરીકેનું સત્તાવાર ઓળખપત્ર (ID Card) મેળવી શકે તે માટેની પ્રક્રિયા ડિજિટલ કરવામાં આવી છે. આ માટે નિવૃત્ત સભ્યોએ ગુજરાત સરકારની અધિકૃત વેબસાઇટ www.esm.gujarat.gov.in પર જઈને ઓનલાઈન રજીસ્ટ્રેશન ફોર્મ ભરવાનું રહેશે. ઓનલાઈન ચકાસણી પૂર્ણ થયા બાદ સભ્યોને પૂર્વ સૈનિક તરીકેનું ડિજિટલ ઓળખપત્ર ઈશ્યૂ કરવામાં આવશે, જેથી તેઓ સરકારશ્રીના વિવિધ લાભો સરળતાથી મેળવી શકશે તેવું જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી-રાજકોટની યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!