WAKANER:વાંકાનેર સામુ જોવા જેવી નજીવી બાબતે થયેલી જૂની અદાવતમાં રિક્ષા ચાલકના પુત્ર પર હુમલો, જાનથી મારી નાખવાની ધમકી





WAKANER:વાંકાનેર સામુ જોવા જેવી નજીવી બાબતે થયેલી જૂની અદાવતમાં રિક્ષા ચાલકના પુત્ર પર હુમલો, જાનથી મારી નાખવાની ધમકી

વાંકાનેર શહેરમાં નજીવી બાબતોમાં બોલાચાલી અને ઝઘડાના કિસ્સાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. તાજેતરમાં વાંકાનેર બસ સ્ટેશન પાસે ‘સામુ જોવા’ જેવી સામાન્ય બાબતની જૂની અદાવત રાખી એક શખ્સે રિક્ષા ચાલકના પુત્ર પર હુમલો કરી, ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ વાંકાનેર સીટી પોલીસ મથકે નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ, વાંકાનેરના આરોગ્યનગર વિસ્તારમાં રહેતા અને રિક્ષા ચલાવી ગુજરાન ચલાવતા લાલજીભાઈ બાબુભાઈ સારદીયા (ઉ.વ. ૪૦) એ આરોપી રફીકભાઈ ઉમરભાઈ સદવાણી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ફરિયાદીના પુત્ર મેરુને અગાઉ આરોપી રફીક સાથે ‘સામુ જોવા’ બાબતે બોલાચાલી થઈ હતી. આ મામલે સમાધાનની વાતચીત ચાલી રહી હતી, તેમ છતાં આરોપીએ મનમાં ખાર રાખ્યો હતો. આ જૂની અદાવત રાખી આરોપીએ ફરિયાદીના બીજા પુત્ર જતીન સાથે ઝઘડો કરી, તેની સાથે ઝપાઝપી કરી હતી.આરોપીએ જતીનને ઢીકાપાટુનો માર માર્યો હતો અને જાહેરમાં ગાળો આપી હતી. એટલું જ નહીં, આરોપીએ ઉશ્કેરાઈને ‘ટાંટિયા ભાંગી નાખવાની’ અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.આ બનાવ અંગે લાલજીભાઈએ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે અને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.



