MORBI:મોરબીમાં ફોટો પડાવવાની ઉતાવળ: કોર્પોરેટરે રાષ્ટ્રધ્વજ ઊંધો પકડીને ઉજવણી કરી!

MORBI:મોરબીમાં ફોટો પડાવવાની ઉતાવળ: કોર્પોરેટરે રાષ્ટ્રધ્વજ ઊંધો પકડીને ઉજવણી કરી!
દેશભરમાં સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે, ત્યારે મોરબીમાંથી રાષ્ટ્રધ્વજના અપમાનની એક ઘટના સામે આવતા ચર્ચાનો વિષય બની છે. સ્વાતંત્ર્ય પર્વના એક જાહેર કાર્યક્રમ દરમિયાન કેમેરા સામે ફોટો પડાવવાની ઉતાવળમાં મોરબી નગરપાલિકાના વોર્ડ નંબર-8ના કોર્પોરેટર જ્યોત્સનાબેન ભીમાણીએ રાષ્ટ્રધ્વજ ઊંધો પકડી લીધો હતો.
કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રધ્વજ સાથેની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ સ્થાનિક રાજકારણ અને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.ફોટો પડાવવાની ઉતાવળ: ઉજવણીના માહોલમાં કેમેરા સમક્ષ પોઝ આપવા જતાં રાષ્ટ્રધ્વજ કઈ દિશામાં છે તે જોવાનું ચૂકી ગયા હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે.ગરિમા સામે સવાલો: જવાબદાર લોકપ્રતિનિધિ દ્વારા રાષ્ટ્રધ્વજની ગરિમા ન જળવાતા લોકો સોશિયલ મીડિયા પર આકરી ટીકા કરી રહ્યા છે.સોશિયલ મીડિયામાં વાયરલ: તસવીર સામે આવ્યા બાદ નેટિઝન્સ દ્વારા રાષ્ટ્રીય પ્રતીકો પ્રત્યે આટલી બેદરકારી દાખવનાર કોર્પોરેટર સામે સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે.શુ નિયમ મુજબ કાર્યવાહી થશે? તે હવે જોવાનું રહ્યું..










