GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના શનાળા ગામ નજીક આવેલ સનાતન ગ્રામ એપાર્ટમેન્ટને મહાપાલિકા તંત્રે સીલ મારી દીધું

 

MORBI:મોરબીના શનાળા ગામ નજીક આવેલ સનાતન ગ્રામ એપાર્ટમેન્ટને મહાપાલિકા તંત્રે સીલ મારી દીધું

 

શકત શનાળા-રવાપર ગામ વચ્ચે આવેલ સનાતન ગ્રામ એપાર્ટમેન્ટને આજે મહાપાલિકા તંત્રે સીલ મારી દીધું હતું ગ્રામ પંચાયત પાસે મંજૂરી આપવાની સત્તા ન હોવા છતાં મંજૂરી મેળવી 8 બ્લૉકમાં 64 ફ્લેટનું નિર્માણ કરવામાં આવ્યું હતું જેને પગલે આજે મહાનગર પાલિકા દ્વારા આખી પ્રોપર્ટીને સીલ કરવામાં આવી છે

 

મહાનગરપાલિકા દ્વારા સીલ મારી નોટિસ લગાવી છે જેમાં મોરબી મહાનગરપાલિકા હદમાં શકત શનાળા ગામના રેવન્યુ સર્વે નંબર 184 પૈકી 2/પૈકી 1 માં મહેશભાઈ ભોરણીયા અને અન્ય મૂળ માલિકો દ્વારા રજા ચિઠ્ઠી લીધા વિના ગેરકાયદે બાંધકામ કરવાની કામગીરી ચાલુ હોવાથી મિલકત સીલ કરવામાં આવેલ છે સીલ તોડવું કે સીલ કરેલ મિલકતમાં પ્રવેશ કરવો ગુનો બને છે ટીપી શાખાના અધિકારીએ માહિતી આપતા જણાવ્યું હતું કે શકત શનાળા ગામ નજીક ગ્રાઉન્ડ પ્લસ આઠ માળનું બિલ્ડીંગ મહાનગરપાલિકામાં નવા ઉમેરવામાં આવેલ વિસ્તારની હદમાં આવે છે ગ્રામ પંચાયતે મંજૂરી આપી છે પરંતુ ગ્રામ પંચાયત 4 માળ સુધીની બિલ્ડિંગને મંજૂરી આપવાની સત્તા ધરાવે છે બાંધકામ રોકવા અગાઉ નોટિસ આપ્યા બાદ પણ બાંધકામ ચાલુ રાખ્યું હતું જેથી બિલ્ડીંગ સીલ કરવામાં આવી છે મહાપાલિકા સામે યોગ્ય પુરાવા રજૂ કરવા પડશે બાદમાં આગળની કાર્યવાહી હાથ ધરાશે તેમ અંતમાં ઉમેર્યું હતું

Check Also
Close
Back to top button
error: Content is protected !!