MORBI:મોરબી આર્યતેજ ગ્રુપ ઓફ કોલેજના આંગણે સારસ્વત સન્માન સમારોહ યોજાયો
MORBI:મોરબી આર્યતેજ ગ્રુપ ઓફ કોલેજના આંગણે સારસ્વત સન્માન સમારોહ યોજાયો
તા: ૩૦/૩/૨૦૨૫ ને રવિવારના મોરબી જીલ્લાના ઈતિહાસ પ્રથમ વખત મોરબી જીલ્લાની એક માત્ર મેડીકલ પેરામેડીકલ ક્ષેત્રના અભ્યાસ ધરાવતી કોલેજ શ્રી આર્યતેજ ગૃપ ઓફ કોલેજીસ – મોરબીના આંગણે મોરબી જીલ્લાના તમામ સરકારી અને ખાનગી શાળાના આચાર્યશ્રીઓ અને શિક્ષકગણની કૃતજ્ઞતા વ્યક્ત કરતો કાર્યક્રમ સારસ્વત સન્માન સમારોહ યોજાઈ ગયો. આ કાર્યક્રમ માં મોરબી, માળીયા, ટંકારા વાંકાનેર અને હળવદની શાળાઓના આચાર્યશ્રીઓ અને શિક્ષકશ્રી ઓનું માન. સાંસદશ્રી રાજકોટ પરસોતમભાઈ રૂપાલા સાહેબ, ધરાસધ્યશ્રી કાંતીભાઈ અમૃતિયા, દુલભજીભાઈ દેથરીયા, બ્રિજેશભાઈ મેરજા, માન. બાવનજીભાઈ મેતલીયાલ જીલ્લા પંચાયત મોરબીના પ્રમુખશ્રી હંશાબેન પારેઘી,ઉપ પ્રમુખશ્રી હિરાભાઈ ટમારીયા, કે.એસ.અમૃતિયા, તમામ પ્રમુખથી સેલ્ફ ફાયનાન્સ એસોસીએશન અને શિક્ષણક્ષેત્રના પદાધીકારીઓ અને તમામ શાળા સંચાલકો ના હાથે સન્માનીત કરવામાં આવેલ હતા. સન્માન સ્વરૂપ ભેટ, ડાયરી, પેન અને ખાસ તો સ્માર્ટકાર્ડ અર્પણ કરવામાં આવેલ હતા. નર્સિંગના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિધાર્થીઓની શપધ વિધી કરવામાં આવી હતી. આ કોલેજના ચેરપર્સન શ્રી પ્રસાદભાઈ ગોરીયા અને ડાયરેક્ટરશ્રી રમેશભાઈ કૈલા દવારા કોલેજનો પરિચય ચાલતા અભ્યાસક્રમો ની માહીતી આપતા જણાવ્યુ કે આ કોલેજમાં ૨૫ કરતા પણ વધુ અભ્યાસ ક્રમો ચાલે છે અને ૨૦૦૦ કરતા વધુ વિધાથીઓ સંસ્થા સાથે જોડાયેલા છે. આ કોલેજ કેમ્પસ ૧૦ એકર જગ્યામાં જુદી જુદી કોલેજ અને હોસ્ટેલ સાથે પથરાયેલ છે. અને આગળ વિધાલય થી મહાવિધાલય તરફ લઈ જવાના સ્વપનને સાકાર કરવા જઈ રહીયા છીએ ત્યારે તમામ મહાનુભાવોએ ખુબ સારો હકારત્મક પ્રતિભાવ દાખવી આગળ વધાવાની શુભેચ્છાઓ પાઠવી હતી. શ્રી આર્યતેજ ગૃપ ઓફ કોલેજમાં માં હાલ હોમિયોપેથી, ફિઝીયોથેરાપી, નર્સિંગના તમામ કોર્પ, ફાર્મસી, બી.એડ, બી.બી.એ. બી.સી.એ. એલ.એલ.બી. એમ કોમ એમ.સી.એ. એન.આઈ.ઓ.એસ. બી.એસ.સી. જેવા તમામ ઉચ્ચ અભ્યાસોનો માહીતી પુરી પાડી હતી.
કાર્યક્રમના અંતમાં ટ્રસ્ટ્રીશ્રી હરેશભાઈ કકાણીયા દવારા આભાર દર્શન કરવામાં આવ્યુ આ કાર્યક્રમમાં આમંત્રણને માન આપી પધારેલ તમામ મહાનુભાવો સ્વરૂચી ભોજન લઈને છુટા પડયા હતા. કાર્યક્રમને સફળ બનાવવા તમામ આચર્યશ્રીઓ શિક્ષકગણનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો