MORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER:વાંકાનેરમાં વસ્તી ગણતરી-2027 માટે સ્વ-ગણતરી પદ્ધતિનો પ્રારંભ, ધારાસભ્યએ ઓનલાઈન વિગતો ભરી આપી પ્રેરણા

 

WAKANER:વાંકાનેરમાં વસ્તી ગણતરી-2027 માટે સ્વ-ગણતરી પદ્ધતિનો પ્રારંભ, ધારાસભ્યએ ઓનલાઈન વિગતો ભરી આપી પ્રેરણા

 

વાંકાનેર ખાતે વસ્તી ગણતરી- 2027 અંતર્ગત ગુજરાતમાં પ્રથમ વખત અમલમાં મુકાયેલી સ્વ-ગણતરી (Self Enumeration) પદ્ધતિનો ઔપચારિક પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે જીતુભાઈ કે. સોમાણી દ્વારા પોતે ઓનલાઈન પોર્ટલ પર પોતાના પરિવારની વિગતો ભરી નવી ડિજિટલ જનગણના પ્રક્રિયામાં ભાગ લઈને નાગરિકોને પ્રેરણા આપી હતી.

આ અવસરે વાંકાનેરના ચીફ ઓફિસર ધવલભાઈ વેકરીયા તેમજ ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ જાહેર જનતાને 31 મે, 2026 સુધીના નિર્ધારિત સમયગાળા દરમિયાન ઓનલાઈન અથવા મોબાઇલ માધ્યમથી પોતાની જરૂરી વિગતો સ્વયં ભરી આ રાષ્ટ્રીય મહત્વની કામગીરીમાં સક્રિય સહભાગી બનવા અનુરોધ કર્યો હતો.પ્રથમ વખત અમલમાં મુકાયેલી સ્વ-ગણતરી પદ્ધતિ હેઠળ નાગરિકો હવે ઘર બેઠા સરળતાથી પોતાની માહિતી ઓનલાઈન સબમિટ કરી શકશે. આ માટે કેન્દ્ર સરકાર દ્વારા ઉપલબ્ધ કરાયેલા se.census.gov.in⁠ મારફતે માર્ગદર્શન સાથે વિગતો ભરી શકાય છે.કાર્યક્રમ દરમિયાન વસ્તી ગણતરી કામગીરી માટે નગરપાલિકામાં નિમાયેલ સ્ટાફ પણ હાજર રહ્યો હતો. સ્થાનિક સ્તરે નાગરિકોને સરળતા રહે અને વધુમાં વધુ લોકો આ ડિજિટલ પ્રક્રિયામાં જોડાય તે માટે જાગૃતિના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!