MORBI:મોરબીમાં સિદ્ધિવિનાયક કા રાજા અને મયુર નગરી કા રાજા બને આયોજકો સામે મૂર્તિ વિસર્જન અંગેના જાહેરનામાના ભંગનો ગુન્હો નોંધાયો
MORBI:મોરબીમાં સિદ્ધિવિનાયક કા રાજા અને મયુર નગરી કા રાજા બને આયોજકો સામે મૂર્તિ વિસર્જન અંગેના જાહેરનામાના ભંગનો ગુન્હો નોંધાયો
મોરબીમાં ગણેશજીની મૂર્તિ વિસર્જન અંગે જીલ્લા કલેકટરના જાહેરનામા અનુસંધાને વહીવટી તંત્ર દ્વારા નક્કી કરેલ નિયમો અને માર્ગદર્શનનો ખુલ્લેઆમ બહિષ્કાર, બળવો કરી ગણપતિજીની મૂર્તિઓનું મચ્છુ-૩ ડેમમાં વિસર્જન કરતા મોરબી શહેરના સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ ઉત્સવ સમિતિના તેમજ મયુરનગરી કા રાજાના મુખ્ય આયોજક તથા તપાસમાં ખુલ્લે તેના વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ખુદ પોલીસ ફરિયાદી બની બંને આયોજક આરોપીઓ સામે જીલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાના ભંગની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ મથક પીએસઆઇ ભાવેશભાઈ ભટ્ટ દ્વારા મોરબીના સિદ્ધિ વિનાયક કા રાજા ગણેશ ઉત્સવના આયોજક અરવિંદભાઈ છગનભાઇ બારૈયા રહે. ૪૦૨ રાઘવ એપાર્ટમેન્ટ રામકો બંગલોઝ પાસે કેનાલ રોડ તથા મયુરનગરી કા રાજાના આયોજક વિશ્વાસભાઈ વલ્લભભાઈ ભોરણીયા સ્વસ્તિક સોસાયટી વિશ્વાસ પેલેસ શનાળા રોડવાળા વિરુદ્ધ જીલ્લા કલેકટરના જાહેરનામાના ભંગ અંગે ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે તાજેતરમાં ગુજરાત રાજયમાં ગણેશ વિસર્જન દરમ્યાન માણસો પાણીમાં ડુબી જવાના ખેડા, જામનગર, રાજકોટ, જુનાગઢ, પાટણ, ગાંધીનગર, જીલ્લામાં દુર્ઘટના બનેલ હોય અને ગણેશ વિસર્જન બાબતે માનવ જીદગી જોખમાય નહી તેમજ જળાશયો દુષીત ન થાય તેમજ જળચર જીવજંતુ માછલી તેમજ મનુષ્ય જીદગી ન જોખમાય તે માટે મોરબી અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ તરફથી ગણેશ મહોત્સવ, વિસર્જન અંગે જાહેરનામુ પ્રસિધ્ધ કરવામા આવેલ છે.ઉપરોક્ત જાહેરનામામાં દર્શાવવામાં આવ્યુ હતું કે મુર્તિઓના વિસર્જન સમયે પીવાના પાણીના ઉપયોગ માટે લેવાતા જળસ્ત્રોતો જેવા કે, ડેમ, તળાવ, નદી, કુવામાં કે સમુદ્રમાં મુર્તિ વિસર્જન થઇ શકશે નહી. ત્યારે સક્ષમ સ્થાનિક સતા મંડળે મુર્તિ વિસર્જન માટે સુનિશ્ચિત કરેલ સ્થળ સિવાયની કોઇપણ જગ્યાએ વિસર્જન કરવુ નહીં, જેથી મોરબી નગરપાલિકા ચીફઓફીસરના માર્ગદર્શન અને રાહબરી હેઠળ મોરબીમાં અલગ અલગ સ્થળોએ મૂર્તિ વિસર્જન માટેના કલેક્શન પોઇન્ટ જાહેર કરી ત્યાં સઘળી સુવ્યવસ્થા કરવામાં આવી હતી તેમ છતાં તેમજ આરોપીને ગણેશ મુર્તિ વિસર્જન અંગે સરકારીતંત્ર દ્વારા નકકી કરેલ ગાઇડ લાઇન મુજબ ગણેશ મુર્તિનું વિસર્જન કરવાનુ હોવાની રૂબરૂ માહિતી આપી હોવા છતાં બંને આયોજકો દ્વારા મોરબી જુની આર.ટી.ઓ. કચેરી પાસે મચ્છુ નદિ ઉપર આવેલ મચ્છુ-૩ ડેમ ખાતે ગણપતિજી મૂર્તિ વિસર્જન કરવા આવેલ ત્યારે પણ તેઓને સમજાવવામાં આવેલ કે મચ્છુ-૩ ડેમ કુદરતી જળાશય છે, જે જળ સિંચાઈ તથા પિવાના પાણી તરીકે ઉપયોગ માટે લેવાતુ હોવાની જાણ કરી હતી.ઉપરોક્ત તમામ બાબત અંગે વાકેફ કર્યા હોવા છતાં સિદ્ધિ વિનાયક કા રાજા તેમજ મયુરનગરી કા રાજા ગણેશ ઉત્સવ સમિતિના આયોજકો દ્વારા મચ્છુ-૩ ડેમ જૂની આરટીઓ કચેરી સ્થળે ખાનગી ક્રેન બોલાવી પોતાની મનસુફી મુજબ ગણપતીજીની મૂર્તિનું વિસર્જન કરી જળમાં રહેતા જીવજંતુ તથા માછલી તેમજ મનુષ્યની જીંદગી જોખમાય તથા આરોગ્યને નુકસાન થાય તેવુ કૃત્ય જાણી જોઈને કરી જીલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યો હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે.