MORBI:મોરબી જિલ્લામાં એસ એમ સી ત્રાટકી : વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી લીધા
MORBI:મોરબી જિલ્લામાં એસ એમ સી ત્રાટકી : વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી લીધા
માળિયા જામનગર હાઈવે પર રેલ્વે ક્રોસિંગ પાસેથી પસાર થતા ટ્રકમાં ભૂસાની આડમાં લઇ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે એસ એમ સી ની ટીમે બે શખ્સોને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધીર છે.
એસ એમ સી ની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન ભૂસાની આડમાં વિદેશી દારૂના જથ્થાની હેરાફેરી થવાની હોવાની બાતમીના આધારે તપાસ કરતા માળિયા જામનગર હાઈવે પરથી પસાર થતા ટ્રકની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો જે જથ્થામાં વિદેશી દારૂની બોટલ નંગ ૭૨૧૩ કીમત રૂ.92,૬૯,૧૦૦ મળી આવતા દારૂ સાથે ટ્રક અને ભૂસાની બેગ નંગ ૨૦૦ કીમત રૂ.૨,૯૧,૦૦૦ અને મોબાઈલ નંગ ૧ એમ કુલ મુદામાલ કીમત રૂ.૧,૧૫,૬૯,૫૫૦ કબજે કરી ટ્રક ડ્રાઈવર ભાવેશ નાથ મોરી અને લીલા ટપુ મોરી રહે બંને -દરેડ ગામ જામનગર વાળાને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.તો માલ લેનાર અરજણ આલા કોડીયાર રહે-રાનપર જી.દ્વારિકા,ભરત ઉર્ફે જીગો સોમાભાઈ કોડીયાર રહે-ટીંબડી જી.દ્વારિકા, ટ્રક જીજે ૧૦ ટીટી ૯૧૮૫ નો માલિક સહિતનાની શોધખોળ હાથ ધરી છે