MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં તસ્કરોનો આતંક: નીચી માંડલ રોડ પર કારખાનામાંથી 1.87 લાખના કોપર વાયરની ચોરી, લાખોનું નુકસાન

MORBI:મોરબીમાં તસ્કરોનો આતંક: નીચી માંડલ રોડ પર કારખાનામાંથી 1.87 લાખના કોપર વાયરની ચોરી, લાખોનું નુકસાન

 

મોરબી: મોરબી જિલ્લામાં ફરી એકવાર તસ્કરો બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે. મોરબી તાલુકાના નીચી માંડલ-વાંકડા રોડ પર આવેલા એક પ્લાસ્ટિકના કારખાનાને નિશાન બનાવી તસ્કરોએ લાખોની મત્તાની ચોરી કરી છે અને મશીનરીમાં તોડફોડ કરીને મોટું આર્થિક નુકસાન પહોંચાડ્યું છે.

મોરબીના કન્યા છાત્રાલય રોડ પર રહેતા અને વેપાર કરતા હસમુખભાઈ રતીલાલભાઈ કૈલા (ઉ.વ. 40) એ આ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, નીચી માંડલ રોડ પર આવેલા તેમના ‘પર્લ પ્લાસ્ટિક કમ્પાઉન્ડ’ નામના કારખાનામાં મોડી રાત્રે બે કે તેથી વધુ અજાણ્યા શખ્સોએ ત્રાટકીને ચોરીને અંજામ આપ્યો હતો.

તસ્કરો કારખાનાની કમ્પાઉન્ડ વોલ ટપીને અંદર પ્રવેશ્યા હતા.ટ્રાન્સફોર્મર (TC) માં તોડફોડ: કમ્પાઉન્ડમાં રહેલા પાવર સપ્લાય ટ્રાન્સફોર્મરને ફાઉન્ડેશનમાંથી ઉખાડી નીચે પાડી દીધું હતું. તેમાં રહેલું અંદાજે 1500 લીટર ઓઈલ ઢોળી નાખી ભારે તોડફોડ કરી હતી.

પ્રોડક્શન યુનિટમાં ઘૂસણખોરી: બંધ શેડવાળા યુનિટની બારીના સળિયા કાપીને તસ્કરો અંદર ઘૂસ્યા હતા. ત્યાંથી અર્થીંગના કોપર વાયર અને અન્ય કેબલની ચોરી કરી હતી.તસ્કરો કારખાનામાંથી કુલ અંદાજે 375 કિલો કોપર વાયર (કિંમત ₹1,87,500) ની ચોરી કરી ગયા છે. આ ઉપરાંત, ટ્રાન્સફોર્મર તોડીને ઓઈલ ઢોળી નાખતા અંદાજે ₹3,00,000 નું મોટું નુકસાન પહોંચાડ્યું છે.હાલમાં, મોરબી તાલુકા પોલીસે હસમુખભાઈની ફરિયાદના આધારે ગુનો નોંધી, અજાણ્યા શખ્સોને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

Back to top button
error: Content is protected !!