MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ST કર્મચારીઓ માટે યોજાયો સ્પેશિયલ હેલ્થ અને એક્સ-રે કેમ્પ

 

MORBI:મોરબી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ST કર્મચારીઓ માટે યોજાયો સ્પેશિયલ હેલ્થ અને એક્સ-રે કેમ્પ

 

મોરબી માન.મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ જિલ્લા ક્ષય અધિકારીશ્રી ના માર્ગદર્શન મુજબ ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત એસ.ટી. ડેપો મોરબી ખાતેના તમામ કર્મચારી શ્રી/ અધિકારી શ્રી માટે એક્સ- રે, ટીબી, લેપ્રસી સ્ક્રીનીંગ,બી.પી., ડાયાબીટીસ તથા જનરલ હેલ્થ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું

 

અત્રે ઉલ્લેખનીય છે કે ટીબી મૂક્ત ભારત અભિયાન અંતર્ગત થીમ,”જન જન કા રક્ખે ધ્યાન ટીબી મુક્ત ભારત અભિયાન” અન્વયે તમામ વનરેબલ ગ્રૂપ ધરાવતા લોકોની ટીબી અંતર્ગત સ્ક્રીનીંગ તથા એક્સ-રે ટેસ્ટ કરવાના થતા હોય મોરબી નવા બસ સ્ટેન્ડ ખાતે એસ.ટી. કર્મચારીઓ માટે ખાસ હેલ્થ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સેન્ટ્રલ ટીબી ડિવીઝન ન્યૂ દિલ્હી દ્વારા ફાળવેલ ડિજિટલ પોર્ટેબલ એક્સ-રે મશીન દ્વારા છાતી ના એક્સ-રે, બી.પી., ડાયાબીટીસ તથા જનરલ હેલ્થ ચેક અપ કરવામાં આવેલ જેમાં અંદાજીત ૧૪૫ કર્મચારીઓ અધિકારીઓ એ ભાગ લીધેલ હતો,

 

આ કાર્યક્રમ નો મુખ્ય હેતુ ત્વરિત નિદાન તથા સારવારનો હતો જેને સફળ બનાવવા ડેપો મેનેજર શ્રી પી.જી. કુંપાવત સાહેબ ,ATI વનરાજસિંહ ઝાલા, પ્રમુખશ્રી ડી.એન. ઝાલા , J.A. ઉમેશભાઈ વાઢેર, ADM મહેશભાઈ પંડ્યા તથા ધવલભાઈ સંગત સાઇ તથા તમામ કર્મચારીએ ભારે જહેમત ઉઠાવી હતી.

હેલ્થ કેમ્પ માં અર્બન હેલ્થ સેન્ટર વાવડી રોડ ના ડૉ.હાર્દિક દેત્રોજા સર તેમજ જિલ્લા ક્ષય કેન્દ્ર માંથી ડિસ્ટ્રીક્ટ પ્રોગ્રામ કો ઓર્ડીનેટર પિયુષભાઈ જોશી , સુપરવાઈઝર દીપકભાઈ પટેલ તથા અર્બન હેલ્થ ઓફિસ વાવડી રોડના કર્મચારીઓ હાજર હાજર રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!