MORBI:મોરબીમાં બે દિવસ પહેલા જ જેલમાંથી છૂટીને આવેલા યુવાનનો ફ્લેટમાંથી પડતું મૂકી દેતા મોત
MORBI:મોરબીમાં બે દિવસ પહેલા જ જેલમાંથી છૂટીને આવેલા યુવાનનો ફ્લેટમાંથી પડતું મૂકી દેતા મોત
મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ ઓમકાર રેસીડેન્સીમાં રહેતો યુવાન છેલ્લા અઢી મહિનાથી જેલમાં હતો અને બે દિવસ પહેલા જ છૂટીને ઘરે આવ્યો હતો દરમિયાન તે ટેન્શનમાં હોય તેને મનોમન લાગી આવતા તેણે ફ્લેટના ઉપરના માળેથી નીચે છલાંગ લગાવતા તેને શરીરે ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું મોત નીપજયું હતું અને આ બનાવની મૃતક યુવાનના ભાઈએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
મળતી માહિતી મુજબ મોરબીના લીલાપર રોડ ઉપર ઓમકાર રેસિડેન્સીમાં રહેતા સંજયભાઈ આપાભાઈ ગરચર નામના યુવકે માનસિક તણાવને લઈને લાગી આવતા ઓમકાર રેસિડેન્સીના ફ્લેટ ઉપરથી નીચે પડી જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું, મૃત્યુના બનાવ અંગે પોલીસ તપાસમાં મૃતકના ભાઈ વિજયભાઈ ગરચર દ્વારા આપેલ વિગતો મુજબ મરણ જનાર સંજયભાઈ છેલ્લા બે-અઢી મહીનાથી જેલમાં હોઇ અને ગઇકાલ સાજે જેલમાંથી છુટીને ઘરે આવતા ટેન્સનમાં હોઇ જેના કારણે મનમાં લાગી આવતા, રાત્રીના ઓમકાર રેસીડેન્સીના ફ્લેટ ઉપરથી નીચે પડી જતા શરીરે ગંભીર ઇજાઓ પહોચતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું, હાલ એ ડિવિઝન પોલીસે અ.મોતની નોંધ કરી વધુ તપાસ શરૂ કરી છે.