SUREDRANAGAR:સુરેન્દ્રનગરના નોલી ગામે કરોડોની ખનીજ ચોરી ઝડપાઈ: રાજકોટ રેન્જ ટીમે ૬૩ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો




SUREDRANAGAR:સુરેન્દ્રનગરના નોલી ગામે કરોડોની ખનીજ ચોરી ઝડપાઈ: રાજકોટ રેન્જ ટીમે ૬૩ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો

રાજકોટ રેન્જની ખાસ ટીમ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના ધજાળા પોલીસ સ્ટેશન વિસ્તારના નોલી ગામે સરકારી જમીનમાંથી ગેરકાયદેસર ખનીજ ચોરી કરતા તત્વો સામે લાલ આંખ કરવામાં આવી છે. પોલીસે રેડ પાડીને ડમ્પર, ટ્રેક્ટર અને લોડર સહિત કુલ રૂ. ૬૩,૦૫,૦૦૦/- નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.

રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક (DIG) શ્રી નિર્લિપ્ત રાય (IPS) દ્વારા રેન્જ હસ્તકના જિલ્લાઓમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા અને સરકારી તેમજ કુદરતી સંપત્તિને નુકસાન પહોંચાડનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી. જેને પગલે રાજકોટ રેન્જના પોલીસ ઇન્સ્પેક્ટર (PI) શ્રી અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) શ્રી પી.એન.મોરી, શ્રી બી.સી.મીયાત્રા, શ્રી સી.એમ.કાંટેલીયા તથા સ્ટાફે હ્યુમન સોર્સ અને ચોક્કસ બાતમીના આધારે આ સફળ ઓપરેશન પાર પાડ્યું હતું.
ચોક્કસ હકીકત મળતા રેન્જ સ્ટાફના યોગેન્દ્રસિહ ચુડાસમા, ધર્મેન્દ્રસિહ વાઘેલા, રાજદિપસિહ ઝાલા, દિલીપસિહ સિંધવ અને ફતેસંગ પરમાર સહિતની ટીમે નોલી ગામના સ્મશાન પાસે આવેલી સરકારી જગ્યા પર દરોડો પાડ્યો હતો. જ્યાં પ્રતાપભાઇ વાસ્તુભાઇ ખાચર (રહે. નાનાસઇડા, તા. પાળીયાદ, જી. બોટાદ) પોતાના માણસો સાથે મળીને ગેરકાયદેસર રીતે ખનીજ (રેતી) ચોરીનું નેટવર્ક ચલાવી રહ્યો હતો.
ઝડપાયેલ મુદ્દામાલ – ડમ્પર (નં. GJ13AW7335): ચાલક મનસુખભાઇ પોપટભાઇ બાવળીયા (રહે. કુંભારા, જી. બોટાદ)
ટ્રેક્ટર (નં. GJ33F0509): ચાલક જગદીશભાઇ પ્રવિણભાઇ બથવાર (રહે. સાયલા, જી. સુરેન્દ્રનગર) લોડર (નં. GJ33A0952): ચાલક રાહુલ વીનાભાઇ મકવાણા (રહે. માત્રા, તા. વિછીયા, જી. રાજકોટ) રેતી ચાળવાનો ચારણો આગળની કાયદેસરની કાર્યવાહી
રાજકોટ રેન્જ ટીમે કુલ રૂ. ૬૩.૦૫ લાખનો મુદ્દામાલ સીઝ કરીને ધજાળા પોલીસ સ્ટેશનના સ્ટાફને સ્થળ પર બોલાવ્યો હતો. આ સાથે ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓને પણ આ અંગે વાકેફ કરવામાં આવ્યા છે. હાલમાં તમામ કસૂરદારો અને વાહનોને આગળની દંડાત્મક તેમજ કાયદેસરની કાર્યવાહી માટે સ્થાનિક તંત્રને સોંપવામાં આવ્યા છે.



