SUREDRANAGAR:સુરેન્દ્રનગર મુળીના ₹૧૩ લાખના દારૂના કેસમાં ૧.૫ વર્ષથી ફરાર આરોપીને રાજકોટ રેન્જ ટીમે ઝડપી પાડ્યો

SUREDRANAGAR:સુરેન્દ્રનગર મુળીના ₹૧૩ લાખના દારૂના કેસમાં ૧.૫ વર્ષથી ફરાર આરોપીને રાજકોટ રેન્જ ટીમે ઝડપી પાડ્યો
નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિર્લિપ્ત રાય (IPS) રાજકોટ વિભાગ રાજકોટનાઓ દ્વારા રાજકોટ રેન્જ હસ્તકના જિલ્લાઓના તેમજ અન્ય જિલ્લાઓમાં ગુન્હો કર્યા બાદ નાસતા-ફરતા રહેલ આરોપીઓને શોધી કાઢી પકડી પાડવા સુચના આપેલ હોય જે અન્વયે રાજકોટ રેન્જના પોલીસ ઇન્સપેક્ટર શ્રી અપૂર્વ પટેલ નાઓના માર્ગદર્શન મુજબ રાજકોટ રેન્જના પોલીસ સબ ઇન્સ. શ્રી.પી.એન.મોરી, શ્રી.બી.સી.મીયાત્રા, શ્રી.સી.એમ.કાંટેલીયા તથા સ્ટાફ દ્વારા નાસતા ફરતા ગુનેગારોને શોધી કાઢવા હ્યુમનસોર્સનો ઉપયોગ કરી જરૂરી ટેકનીકલ એનાલીસીસ તથા વર્કઆઉટ કરી રહેલ હતા.
દરમ્યાન સ્ટાફના ધર્મેન્દ્રસિહ વાઘેલા, યોગેન્દ્રસિહ ચુડાસમા, ફતેસંગ પરમાર તથા દિલીપસિહ સિધવ નાઓને મળેલ હકિકત આધારે સુરેન્દ્રનગર જિલ્લાના મુળી પોલીસ સ્ટેશનના પ્રોહી. ગુ.ર.નં. ૦૨૪૭/૨૦૨૫ પ્રોહી. કલમ – ૬૫(એ)(ઇ), ૧૧૬(બી), ૮૧, ૯૮ (ર) મુજબના ૧૩ લાખના ઇંગ્લીશ દારૂના ગુન્હાના કામે નાસતા-ફરતા આરોપી વિભાભાઇ ઉર્ફે વિહાભાઇ જગાભાઇ મુંધવા રહે.ઉમરાડા તા.મુળી જી.સુરેન્દ્રનગર નાઓને મુળી પો.સ્ટે. વિસ્તારની ઉમરડા પ્રાથમીક શાળા પાસેથી હસ્તગત કરી સુરેન્દ્રનગર જિલ્લાના મુળી પોલીસ સ્ટેશન ખાતે આગળની ઘટીત કાર્યવાહી કરવા સારૂ સોંપી આપવામાં આવેલ છે.









