SUREDRANAGAR:સુરેન્દ્રનગર ૧૩ લાખના દારૂના ગુનામાં એક વર્ષથી નાસતો-ફરતો આરોપી સાયલા ચોકડીથી ઝડપાયો







SUREDRANAGAR:સુરેન્દ્રનગર ૧૩ લાખના દારૂના ગુનામાં એક વર્ષથી નાસતો-ફરતો આરોપી સાયલા ચોકડીથી ઝડપાયો


રાજકોટ રેન્જ આઈ.જી. શ્રી નિર્લિપ્ત રાયની સૂચના અને માર્ગદર્શન હેઠળ રેન્જ સ્ટાફે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સની મદદથી એક મોટી સફળતા મેળવી છે. સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બહુચર્ચિત રૂ. ૧૩ લાખના વિદેશી દારૂના ગુનામાં છેલ્લા એક વર્ષથી પોલીસને થાપ આપી નાસતા-ફરતા આરોપીને રાજકોટ રેન્જની ટીમે ઝડપી પાડ્યો છે.

રાજકોટ રેન્જના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પી.એન. મોરી, બી.સી. મિયાત્રા, સી.એમ. કાંટેલિયા તથા સ્ટાફની અલગ-અલગ ટીમો નાસતા-ફરતા ગુનેગારોને શોધવા માટે કાર્યરત હતી. આ દરમિયાન સ્ટાફના ધર્મેન્દ્રસિંહ વાઘેલા, રાજદીપસિંહ ઝાલા, દિલીપસિંહ સિંધવ અને ફતેસંગ પરમારને મળેલી ચોક્કસ અને હકીકતલક્ષી બાતમીના આધારે સાયલા ચોકડી પાસે આવેલી રવિ રાંદલ હોટેલ સામેથી આરોપી અજય પ્રતાપભાઈ ખાચર (રહે. મફતીયાપરા, થાનગઢ, જિ. સુરેન્દ્રનગર) ને દબોચી લેવામાં આવ્યો હતો.
પકડાયેલ આરોપી અજય ખાચર સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન એક્ટની કલમ ૬૫(એ)(ઇ) મુજબના ગુના (ગુ.ર.નં. ૦૨૪૭/૨૦૧૫) માં છેલ્લા એક વર્ષથી ફરાર હતો. રાજકોટ રેન્જ ટીમે તેની અટકાયત કરી, આગળની કાયદેસરની કાર્યવાહી અને તપાસ અર્થે સુરેન્દ્રનગરના મૂળી પોલીસ સ્ટેશનને સોંપી દીધો છે.
આ સફળ ઓપરેશનમાં રાજકોટ રેન્જના પો.ઇન્સ. શ્રી અપૂર્વ પટેલ, પીએસઆઈ શ્રી પી.એન.મોરી, પીએસઆઈ શ્રી બી.સી.મિયાત્રા, પી.સી. સરતેજા, તેમજ એ.એસ.આઈ. ધર્મેન્દ્રસિંહ વાઘેલા, હેડ કોન્સ્ટેબલ રાજદીપસિંહ ઝાલા, દિલીપસિંહ સિંધવ અને ફતેસંગ પરમાર સહિતના સ્ટાફે સરાહનીય ભૂમિકા ભજવી હતી.




