SURENDRANAGAR:સુરેન્દ્રનગર વિદેશી દારૂના ગુન્હામાં ૧.૫ વર્ષથી ફરાર બે આરોપીઓને રાજકોટ રેન્જ ટીમે ઝડપી પાડ્યા

SURENDRANAGAR:સુરેન્દ્રનગર વિદેશી દારૂના ગુન્હામાં ૧.૫ વર્ષથી ફરાર બે આરોપીઓને રાજકોટ રેન્જ ટીમે ઝડપી પાડ્યા
રાજકોટ રેન્જની ટીમે મોટી સફળતા મેળવતા સુરેન્દ્રનગર જિલ્લાના મુળી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા રૂ. ૧૩ લાખના ઇંગ્લીશ દારૂના ગુન્હામાં છેલ્લા દોઢ વર્ષથી નાસતા-ફરતા બે વોન્ટેડ આરોપીઓને પકડી પાડ્યા છે.
રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક (IPS) શ્રી નિર્લિપ્ત રાય દ્વારા રેન્જ હસ્તકના તેમજ અન્ય જિલ્લાઓના નાસતા-ફરતા ગુનેગારોને શોધી કાઢવા ખાસ સુચના આપવામાં આવી હતી. આ સુચના અન્વયે રાજકોટ રેન્જના પોલીસ ઇન્સપેક્ટર શ્રી અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ P.S.I. શ્રી પી.એન. મોરી, શ્રી બી.સી. મીયાત્રા, શ્રી સી.એમ. કાંટેલીયા તથા તેમની ટીમે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સના આધારે તપાસ તેજ કરી હતી.
તપાસ દરમિયાન સ્ટાફના ધર્મેન્દ્રસિહ વાઘેલા, ફતેસંગ પરમાર તથા ડ્રાઇવર ગોવીંદભાઇ રબારીને ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે ટીમે મુળી પો.સ્ટે. વિસ્તારના ઉમરડા ગામના પાટીયા પાસેથી નીચે મુજબના બંને આરોપીઓને ઝડપી લીધા હતા:૧. ખેંગાર સિંધાભાઇ મુંધવા (રહે. ઉમરડા, તા. મુળી, જી. સુરેન્દ્રનગર)૨. પ્રવિણ થોભણભાઇ વાટુકીયા (રહે. ઉમરડા, તા. મુળી, જી. સુરેન્દ્રનગર)ઉલ્લેખનીય છે કે, આ બંને આરોપીઓ મુળી પોલીસ સ્ટેશનના પ્રોહીબિશન ગુન્હા રજિસ્ટર નંબર ૦૨૪૭/૨૦૨૫ (પ્રોહી. કલમ-૬૫(એ)(ઇ), ૧૧૬(બી), ૮૧, ૯૮(૨)) મુજબના રૂ. ૧૩ લાખના વિદેશી દારૂના કેસમાં છેલ્લા દોઢ વર્ષથી પોલીસને થાપ આપી ભાગતા ફરતા હતા.રાજકોટ રેન્જ ટીમે બંને આરોપીઓને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી માટે સુરેન્દ્રનગર જિલ્લાના મુળી પોલીસ સ્ટેશનને સોંપી આપેલ છે.









