GUJARATMORBIMORBI CITY / TALUKO

SURENDRANAGAR:સુરેન્દ્રનગરમાં રાજકોટ રેન્જ ટીમનો દરોડો: શેરબજારના ભાવ પર જુગાર રમાડતા ૬ ઝડપાયા

 

SURENDRANAGAR:સુરેન્દ્રનગરમાં રાજકોટ રેન્જ ટીમનો દરોડો: શેરબજારના ભાવ પર જુગાર રમાડતા ૬ ઝડપાયા

સુરેન્દ્રનગર જિલ્લાના જોરાવરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા રતનપર રામેશ્વર ટાઉનશીપમાં રાજકોટ રેન્જની ટીમે દરોડો પાડીને શેરમાર્કેટના ભાવ પર ગેરકાયદેસર રીતે સોદા પાડી નસીબ આધારિત હાર-જીતનો જુગાર રમાડતા મોટો નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન કુલ ૬ આરોપીઓને સ્થળ પરથી પકડી પાડવામાં આવ્યા છે, જ્યારે એક પોલીસ કર્મચારી અને ૧૬ બ્રોકરો સહિત કુલ ૨૩ આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક (IPS) નિર્લિપ્ત રાયની સુચના અને પો.ઇન્સ. અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. પી.એન.મોરી, બી.સી.મીયાત્રા, સી.એમ.કાંટેલીયા, પી.સી. સરતેજા તથા ટીમ દ્વારા મળેલ ચોક્કસ બાતમીના આધારે રતનપર રામેશ્વર ટાઉનશીપ શેરી નં. ૪, મકાન નં. ૫૧ ખાતે દરોડો પાડવામાં આવ્યો હતો.

તપાસમાં સામે આવ્યું છે કે, મકાનના માલિક નાથુભા કાનાભા રાઠોડ તથા પોલીસ કર્મચારી સંજયસિંહ નાથુભાઇ રાઠોડ પોતાના સાગરીતો મારફતે ગ્રાહકો ઉભા કરી, શેરમાર્કેટમાં થતા શેરોના ભાવના વધારા-ઘટાડા પર સોદા મેળવતા હતા. આ સોદાઓનું કોઇપણ જાતના લાયસન્સ વગર ૧૬ જેટલા બ્રોકરો પાસે કપાત કરાવી ગેરકાયદેસર જુગાર રમાડવામાં આવતો હતો.

ઝડપાયેલા આરોપીઓ:૧. દિવ્યરાજસિંહ વનરાજસિંહ ચુડાસમા (રહે. રતનપર) ૨. વિપુલભાઇ કરશનભાઇ સિંધવ (રહે. મેમકા) ૩. અરૂણભાઇ મહેન્દ્રભાઇ કોઠારી (રહે. રતનપર)‌ ૪. દલસુખભાઇ કરશનભાઇ સિંધવ (રહે. મેમકા)‌૫. વિજયભાઇ ગોવિંદભાઇ દેત્રોજા (રહે. રતનપર) ૬. નાથુભા કાનાભા રાઠોડ (રહે. રામેશ્વર ટાઉનશીપ, રતનપર)

ફરાર / અન્ય આરોપીઓ:પોલીસ કર્મચારી સંજયસિંહ નાથુભાઇ રાઠોડ તેમજ અન્ય ૧૬ બ્રોકરો (જતીન, લાલો, નિતેશ, MNT, અજય, D.R., C.C., આકાશ, આકાશ, ચિરાગ, K.P., સુરેશ, સની, મિતલ, સ્વેતાંશુ અને પ્રશાંત).

કબ્જે કરાયેલ મુદ્દામાલ:પોલીસે દરોડા દરમિયાન સ્થળ પરથી ૧૦ લેપટોપ, ૨૯ મોબાઈલ ફોન, ૪ પેન ડ્રાઈવ, રોકડ રકમ, નોટબુક, વાઈ-ફાઈ અને ચાર્જર મળી કુલ રૂ. ૩,૦૭,૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ અંગે જોરાવરનગર પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા કલમ-૪, ૫ મુજબ ગુનો નોંધી તમામ આરોપીઓ અને મુદ્દામાલ આગળની કાયદેસરની કાર્યવાહી માટે જોરાવરનગર પોલીસને સોંપવામાં આવ્યો છે.

Back to top button
error: Content is protected !!