MORBIMORBI CITY / TALUKO

SURENDRANAGAR સુરેન્દ્રનગર ચોટીલાના ખેરાણા ગામે વાડીમાંથી ઇંગ્લીશ દારૂની નાની બોટલો નંગ – ૩૬૦૦ નો મુદ્દામાલ પકડી પાડતી રાજકોટ રેન્જ ટીમ

SURENDRANAGAR સુરેન્દ્રનગર ચોટીલાના ખેરાણા ગામે વાડીમાંથી ઇંગ્લીશ દારૂની નાની બોટલો નંગ – ૩૬૦૦ નો મુદ્દામાલ પકડી પાડતી રાજકોટ રેન્જ ટીમ

 

નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિર્લિપ્ત રાય (IPS) રાજકોટ વિભાગ રાજકોટનાઓ દ્વારા રાજકોટ રેન્જ હસ્તકના જિલ્લાઓમાં ગેરકાયદેસર પ્રોહિબીશન તથા જુગારની પ્રવૃતિ કરનારા ઇસમોને શોધી કાઢી તેઓ વિરુધ્ધ કડક કાર્યવાહી કરવા સૂચના કરેલ હોય જે અન્વયે રાજકોટ રેન્જના પોલીસ ઇન્સપેક્ટર શ્રી અપૂર્વ પટેલ નાઓના માર્ગદર્શન મુજબ રાજકોટ રેન્જના પોલીસ સબ ઇન્સપેક્ટર શ્રી પી.એન.મોરી, શ્રી બી.સી.મીયાત્રા, શ્રી સી.એમ.કાંટેલીયા તથા સ્‍ટાફ દ્વારા આવા ઇસમોને શોધી કાઢવા જરૂરી વર્કઆઉટ, હ્યુમનસોર્સ તથા ટેકનીકલ એનાલીસીસ કરી રહેલ હતા.

દરમ્યાન મળેલ ચોકકસ હિકકત આધારે પોલીસ સબ ઇન્સપેક્ટર શ્રી બી.સી.મીયાત્રા તથા સ્ટાફના ધર્મેનદ્રસિહ વાઘેલા, કુલદીપસિહ ચુડાસમા, અતુલભાઇ ડાભી, ફતેસિહ પરમાર તથા ડ્રા.દિનેશભાઇ ગઢવી નાઓએ આરોપી નાગરાજ સાંતુભાઇ ધાધલ કાઠી દરબાર રહે. ખેરાણા તા. ચોટીલા વાળાની કબ્જા ભોગવટાની વાડી-ખેતરની બાજુમાં બનાવેલ મકાનમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની બોટલો નંગ ૩,૬૦૦ કી.રૂ ૩,૬૦,૦૦૦/- તથા કાળા કલરનુ હોન્ડા એક્ટીવા સ્કુટર જી.જે.૦૩ એન.એ. ૦૮૫૨ નુ કિં.રૂ.૪૦,૦૦૦/- મળી કુલ કિં.રૂ. ૪,૦૦,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરેલ અને આરોપી સ્થળ પરથી નાશી જતા ચોટીલા પો.સ્ટે. ખાતે ફરીયાદ દાખલ કરાવેલ છે તેમજ સદરહુ દારૂનો જથ્થો ભરી આપનાર, દારૂનો જથ્થો ઉતારનાર તમામ વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ફરીયાદ આપેલ છે.

આ કામગીરી પોલીસ ઇન્સ્પેકટર શ્રી અપૂર્વ પટેલ, પોલીસ સબ ઇન્સપેક્ટર શ્રી પી.એન.મોરી, શ્રી બી.સી.મીયાત્રા, સી.એમ.કાંટેલીયા એ.એસ.આઈ. યોગરાજસિહ ચુડાસમા, ધર્મેન્દ્રસિહ વાઘેલા, કુલદિપસિહ ચુડાસમા, અતુલભાઇ ડાભી પો.કોન્સ. ફતેસિહ પરમાર તથા ડ્રા.પો.કોન્સ. દિનેશભાઈ ગઢવી દ્વારા કરવામા આવેલ છે.

Back to top button
error: Content is protected !!