HALVADMORBIMORBI CITY / TALUKO

SURENDRANAGAR:સુરેન્દ્રનગર “એસ.પી. પ્રેમસુખ ડેલુના આદેશથી સીટી ‘એ’ ડિવિઝન પોલીસની તપાસમાં અરજદાર દંપતીના ચહેરા પર સ્મિત પાછું આવ્યું.”

SURENDRANAGAR:સુરેન્દ્રનગર “એસ.પી. પ્રેમસુખ ડેલુના આદેશથી સીટી ‘એ’ ડિવિઝન પોલીસની તપાસમાં અરજદાર દંપતીના ચહેરા પર સ્મિત પાછું આવ્યું.”

 

પોલીસ બની દેવદૂત:પૈસા ચૂકવ્યા છતાં દાગીના ન આપતા શખ્સો સામે SP પ્રેમસુખ ડેલુની લાલ આંખ; રૂ. ૫૧ લાખનું સોનું પરત અપાવ્યું.

સુરેન્દ્રનગર: જિલ્લામાં ગેરકાયદેસર વ્યાજખોરી અને દાગીના ગીરવે રાખી પરત ન આપતા તત્વો વિરુદ્ધ સુરેન્દ્રનગર પોલીસ અધિક્ષકશ્રી પ્રેમસુખ ડેલુએ લાલ આંખ કરી છે. જે અંતર્ગત સીટી ‘એ’ ડિવિઝન પોલીસે ત્વરિત કાર્યવાહી કરી એક અરજદારના ૩૫ તોલા સોનાના દાગીના પરત અપાવી ન્યાય અપાવ્યો છે.

સુરેન્દ્રનગરની જે.પી. શેરીમાં રહેતા અનિલભાઈ હિરાભાઈ પરમારે પોતાની જરૂરિયાત મુજબ નીચે મુજબના બે વ્યક્તિઓ પાસે અંદાજે ૩૫ તોલા સોનાના દાગીના ગીરવે મૂકી નાણાં ઉછીના લીધા હતા:

જાલાભાઈ મેપાભાઈ બાંમભા (રહે. જે.પી. શેરી, સુરેન્દ્રનગર) હિતેશભાઈ સતાભાઇ ખરગીયા (રહે. સર્વોદય સોસાયટી, સુરેન્દ્રનગર) અરજદારે લીધેલી રકમ સામાવાળાઓને પરત ચૂકવી દીધી હોવા છતાં, સામાવાળાઓ વધુ પૈસાની માંગણી કરી દાગીના પરત આપતા ન હતા. આ બાબતે અરજદારે જિલ્લા પોલીસ વડાશ્રી પ્રેમસુખ ડેલુને રૂબરૂ મળી રજૂઆત કરી હતી.

અરજદારની વ્યથા સાંભળીને એસ.પી. શ્રી પ્રેમસુખ ડેલુએ તાત્કાલિક સીટી ‘એ’ ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટરને તપાસના આદેશ આપ્યા હતા. પોલીસની કડક સૂચના અને મધ્યસ્થી બાદ:

સામાવાળાઓ પાસેથી કુલ ૩૫ તોલા સોનાના દાગીના મેળવવામાં આવ્યા.જેની બજાર કિંમત અંદાજે રૂપિયા ૫૧ લાખ જેટલી થાય છે.આ તમામ દાગીના મૂળ માલિક અનિલભાઈ પરમારને હેમખેમ પરત સોંપવામાં આવ્યા હતા.

અરજદાર દંપતીએ માન્યો આભાર : લાંબા સમયથી મૂંઝવણમાં રહેલા અરજદાર દંપતીને તેમના દાગીના અને ન્યાય પરત મળતા, તેઓએ જિલ્લા પોલીસ વડાશ્રી પ્રેમસુખ ડેલુ અને સુરેન્દ્રનગર પોલીસની કામગીરીની પ્રશંસા કરી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

Back to top button
error: Content is protected !!