MORBI:મોરબી અવની ચોકડી પાસે દબાણ હટાઓ ઝુંબેશ, ૧૧ લારીધારકોને દંડ સાથે આકરી ચેતવણી

MORBI:મોરબી અવની ચોકડી પાસે દબાણ હટાઓ ઝુંબેશ, ૧૧ લારીધારકોને દંડ સાથે આકરી ચેતવણી
મોરબી શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા અને રસ્તા પર થતાં અડચણરૂપ દબાણો દૂર કરવા માટે પાલિકા તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આજ રોજ શહેરના પ્રમુખ એવા અવની ચોકડી વિસ્તારમાં મોરબી મહાનગરપાલિકાની એસ્ટેટ અને દબાણ શાખાની ટીમ દ્વારા વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી હતી.
આ કામગીરી દરમિયાન રસ્તા પર વાહનવ્યવહાર અને રાહદારીઓને નડતરરૂપ રીતે ઊભી રહેતી ૧૧ જેટલી લારીઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. દબાણ શાખાની ટીમે સ્થળ પરથી આ તમામ નડતરરૂપ લારીઓ હટાવીને રસ્તો ખુલ્લો કરાવ્યો હતો.
મહાનગરપાલિકાની ટીમ દ્વારા તમામ લારીધારકો અને વેપારીઓને કડક સૂચના અને ચેતવણી આપવામાં આવી છે કે, આગામી દિવસોમાં જો ફરીથી રસ્તા પર નડતરરૂપ રીતે લારીઓ ઊભી રાખવામાં આવશે તો કોઈપણ જાતની મુદત આપ્યા વિના લારીઓ સીધી જપ્ત કરવામાં આવશે.









